IIFL હોમ ફાઇનાન્સ અનસીક્યોર્ડ NCD ટ્રેન્ચ 1 ઇશ્યૂ ખુલ્યો
· રૂ. 1,000ની ફેસ વેલ્યુનો અનસીક્યોર્ડ એનસીડી (“ફેસ વેલ્યુ”). લઘુતમ એપ્લિકેશ સાઇઝ: રૂ. 10,000 (તમામ સીરિઝના 10 અનસીક્યોર્ડ એનસીડી)
· ટ્રેન્ચ 1 ઇશ્યૂમાં રૂ. 100 કરોડ (“બેઝ ઇશ્યૂ સાઇઝ”)ની રકમ માટે બેઝ ઇશ્યૂ સાઇઝ સામેલ છે, જેમાં રૂ. 900 કરોડના ગ્રીન શૂ સાથે રૂ. 1000 કરડોનો ઇશ્યૂ છે (“ટ્રેન્ચ 1 ઇશ્યૂ”)
· ક્રિસિલ રેટિંગ્સ ઇન્ડિયા લિમિટેડનું CRISIL AA/Stable અને બ્રિકવર્ક રેટિંગ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા BWR AA+/Negative (Assigned) રેટિંગ ફાળવવામાં આવ્યું
· રિડેમ્પ્શન પર વર્ષ 10.03 ટકાનું અસરકારક વળતર આપશે #
· એનસીડી બીએસઈ અને એનએસઈ પર (સંયુક્તપે, “સ્ટોક એક્સચેન્જીસ”) લિસ્ટ થશે
અમદાવાદ, રિટેલ કેન્દ્રિત અને ટેકનોલોજી સંચાલિત હાઉસિંગ ફાઇનાન્સ કંપની આઈઆઈએફએલ હોમ ફાઇનાન્સ લિમિટેડ (“IIFL HFL”)એ રૂ. 1,000ની ફેસ વેલ્યુના અનસીક્યોર્ડ સબઓર્ડિનેટેડ રીડિમેબલ નોન-કન્વર્ટિબ્લ ડિબેન્ચર્સ (“અનસીક્યોર્ડ NCDs”)ના પબ્લિક ઇશ્યૂ ખુલવાની જાહેરાત કરી છે.
ટ્રેન્ચ 1 ઇશ્યૂમાં રૂ. 100 કરોડ (“બેઝ ઇશ્યૂ સાઇઝ”)ની રકમ માટે બેઝ ઇશ્યૂ સાઇઝ સામેલ છે, જેમાં રૂ. 900 કરોડના ગ્રીન શૂ સાથે રૂ. 1000 કરડોનો ઇશ્યૂ છે (“ટ્રેન્ચ 1 ઇશ્યૂ”). એનસીડી ઇશ્યૂ 9.60 ટકાથી 10.00 ટકા સુધીના વ્યાજદર સાથે સબસ્ક્રિપ્શન ટે વિવિધ વિકલ્પો ઓફર કરે છે. ટ્રેન્ચ 1 ઇશ્યૂ 6 જુલાઈ, 2021ના રોજ ખુલશે અને 28 જુલાઈ, 2021ના રોજ બંધ થશે, જેમાં વહેલાસર ક્લોઝર કે એક્ષ્ટેન્શનનો વિકલ્પ છે.
અનસીક્યોર્ડ એનસીડી ત્રણ જુદી જુદી સીરિઝ અંતર્ગત ફિક્સ્ડ વ્યાજદર ધરાવે છે અને “CRISIL AA/Stable” અને “BWR AA+/ Negative (Assigned)” રેટિંગ ધરાવે છે, જે નાણાકીય જવાબદારીઓ સમયસર અદા કરવા અને ધિરાણનું અતિ ઓછું જોખમ સાથે સૌથી વધુ સલામતી ઓફર કરે છે.
ઇશ્યૂની ચોખ્ખી આવકનો ઉપયોગ આગળ જતાં ધિરાણ, ફાઇનાન્સિંગ તથા અમારી કંપનીના હાલના ઋણના વ્યાજ અને મુદ્દલની પુનઃચુકવણી/પૂર્વચુકવણી માટે તથા બાકીનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ કામગીરી માટે થશે. 31 માર્ચ, 2021ના રોજ એની સીઆરએઆર – ટિઅર 1 કેપિટલ રિફોર્મેટેડ ફાઇનાન્શિયલ સ્ટેમેન્ટ મુજબ 19.61 ટકા હતી.