IIFL હોમ ફાઇનાન્સ અનૌપચારિક આવક ધરાવતાં સેગમેન્ટનાં લોકોને સ્વરાજ હોમ લોન ઓફર કરશે
- સ્વરાજ અંતર્ગત રૂ. 2 લાખથી રૂ. 20 લાખ વચ્ચેની હોમ લોન ઓફર કરશે
- પ્લમ્બર્સ, ઇલેક્ટ્રિશિયન્સ, લુહાર, ડ્રાઇવર, મિકેનિક, ટેકનિશિયનો, સેલ્સમેન, પટ્ટાવાળા અને સીક્યોરિટી ગાર્ડ જેવા અર્ધકુશળ કામદારો લોનનો લાભ લઈ શકે છે
- પહેલી વાર લોન લેવા ઇચ્છતાં ગ્રાહકોની હોમ લોન અને પ્રોપર્ટી સામે લોનની જરૂરિયાત પૂર્ણ કરશે
ભારતની અગ્રણી એફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ કંપની IIFL હોમ ફાઇનાન્સે વિશિષ્ટ હોમ લોન ‘સ્વરાજ’ ઓફર કરી છે, જે અનૌપચારિક આવક ધરાવતાં લોકોનાં સેગમેન્ટમાં લોનની જરૂરિયાતો પૂર્ણ કરશે. સ્વરાજ હેઠળ રૂ. 2 લાખથી રૂ. 20 લાખ સુધીની હોમ લોન આપવામાં આવશે.
સ્વરાજ હોમ લોન ભારતમાં વિશિષ્ટ પ્રોડક્ટ છે. આ પહેલી વાર લોન લેનાર ગ્રાહકની હોમ લોનની જરૂરિયાત પૂર્ણ કરશે, જેમની પાસે આવકનાં ઔપચારિક ડોક્યુમેન્ટ ન હોય એવું બની શકે છે. એટલે તેઓ બાયંધરીનાં નિયમિત નિયમનો હેઠળ લોન મેળવી શકતાં નથી.
IIFL હોમ ફાઇનાન્સનાં સીઇઓ શ્રી મોનુ રાત્રાએ કહ્યું હતું કે, “અનૌપચારિક આવક ધરાવતાં, ઝીરો ક્રેડિટ હિસ્ટ્રી અને બેંકિંગની ઓછી ટેવ ધરાવતાં લોકોની મુશ્કેલીઓને સમજીને અમે તેમની મહેનત અને ઉદ્યોગસાહસિકતાનાં જુસ્સાને બિરદાવવા ‘સ્વરાજ’ લોન ઓફર રજૂ કરી છે. સ્વરાજ હોમ લોન વંચિતોને લોન પ્રદાન કરવાનાં અમારાં વિસ્તૃત ઉદ્દેશમાં પૂરક બનશે. અમે અમારાં જોખમનું મૂલ્યાંકન કરીને અને નીતિનિયમોની જાણકારી આપીને લાયકાત ધરાવતાં ઋણધારકોને ધિરાણ કરીશું, જેથી તેમને તેમનું સ્વપ્ન સાકાર કરવામાં મદદ મળશે.”
સ્વરાજથી અર્ધકુશળતા ધરાવતાં પ્લમ્બર્સ, ઇલેક્ટ્રિશિયન્સ, લુહાર, ડ્રાઇવર, મિકેનિક્સ, ટેકનિશિયનો, સેલ્સમેન, પટ્ટાવાળા અને સીક્યોરિટી ગાર્ડ જેવા કામદારોને લાભ થશે, જેઓ નાની કંપનીઓમાં પગારદાર કર્મચારીઓ તરીકે કે પોતાની રીતે રોજગારી મેળવતાં સ્વતંત્ર કામદારો તરીકે કામ કરે છે. સ્વરાજનો લાભ દુકાનદારો, વેપારીઓ અને કોન્ટ્રાક્ટર્સ પણ લઈ શકે છે.