Western Times News

Gujarati News

ગુજરાતના 86 વ્યક્તિઓ IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં સામેલ

ગૌતમ અદાણી એન્ડ ફેમિલી ચાલુ વર્ષે રાજ્યના ધનિકોની યાદીમાં ટોચ પર. અદાણીએ રાષ્ટ્રીય યાદમાં પ્રથમ સ્થાન મેળવીને ખળભળાટ મચાવી દીધોટ-રાજ્યની યાદીમાં ફાર્મા અને કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રની કુલ 36 ટકા વ્યક્તિઓ સામેલ

યાદીમાં ગુજરાતના રહેવાસી ધનિકોની કુલ સંપત્તિ રૂ. 15,02,800 કરોડ, જે ગયા વર્ષની સરખામણીમાં 70 ટકા વધારે છે

આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં ગુજરાતમાંથી 13 નવી વ્યક્તિઓ ઉમેરાઈ

રાજ્યના 52 ટકા ધનિકો અમદાવાદમાં રહે છે, જે તેને ગુજરાતના સંપત્તિના સર્જકો માટે સૌથી પસંદગીનું શહેર બનાવે છે

અમદાવાદ, હુરુન રિપોર્ટ ઇન્ડિયા અને આઇઆઇએફએલ વેલ્થએ 2022ની એડિશન ‘આઇઆઇએફએલ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022’ જાહેર કરી હતી – આ રૂ. 1,000 કરોડ કે વધારે સંપત્તિ ધરાવતી સૌથ વધુ ધનિક વ્યક્તિઓની યાદીઓનું સંકલન છે. હુરુન રિપોર્ટ ઇન્ડિયા અને આઇઆઇએફએલ વેલ્થએ આજે આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં ગુજરાતમાંથી સૌથી વધુ ધનિક વ્યક્તિઓનું વધારે વિશ્લષણ પ્રસ્તુત કર્યું હતું. સંપત્તિની ગણતરી 30 ઓગસ્ટ, 2022 સુધીની છે.

આઇઆઇએફએલ વેલ્થ હુરુન ગુજરાત રિચ લિસ્ટ વિશે આઇઆઇએફએલ વેલ્થના સહ-સ્થાપક અને જોઇન્ટ સીઇઓ યતિન શાહે કહ્યું હતું કે,  “આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022 વિવિધ અનેક પરિબળોની સંપૂર્ણ સમીક્ષા છે,

જે ભારતની સંપત્તિમાં વધારામાં નોંધપાત્ર પ્રદાન ધરાવે છે અને અમને આની સાથે જોડાણ કરવા પર ગર્વ છે. ગુજરાત ભારતમાં ઉદ્યોગસાહસિકતાનો વારસો ધરાવતા શ્રેષ્ઠ રાજ્યોમાં સામેલ છે અને ટેકનોલોજીની સ્વીકાર્યતા સાથે નાણાકીય જાગૃતિ હંમેશા ગુજરાતમાં વધારે રહી છે. નવાઈ નથી કે, 86થી વધારે વ્યક્તિઓ ગુજરાતમાંથી આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં સામેલ થઈ છે. ગુજરાતના સૌથી વધુ ધનિકો ફાર્મા ક્ષેત્રમાંથી છે અને ત્યારબાદ સૌથી વધુ ધનિકો કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રના તથા જ્વેલરી ક્ષેત્રના છે.”

આ લોંચ પર હુરુન ઇન્ડિયાના એમડી અને ચીફ રિસર્ચર અનાસ રહમાન જૂનૈદે કહ્યું હતું કે, “11 વર્ષમાં 17 ગણો વધારો. આઇઆઇએફએલ વેલ્થ હુરુન ગુજરાત રિચ લિસ્ટમાં સામેલ એન્ટ્રન્ટ દસ વર્ષ અગાઉ 5થી ઓછા હતા, જે અત્યારે વધીને 86 થઈ ગયા છે. હકીકત એ છે કે, ગ્લોબલ ટોપ 10માં 2 અને ઇન્ડિયા ટોપ 10માં 4 ઉદ્યોગસાહસિકો ગુજરાતી મૂળના છે, જે ગુજરાતી સમુદાયના ઉદ્યોગસાહસિકતાના ગુણોનું પ્રતિબિંબ છે. આઇઆઇએફએલ હુરુન ગુજરાત રિચ લિસ્ટ ઉદ્યોગસાહસિકોની નજર ગુજરાતના અર્થતંત્રના પરિવર્તનની સમજણની પારાશીશી છે.”

અનાસ રહમાન જૂનૈદે તેમની વાત પૂરી કરતાં કહ્યું હતું કે, “રાષ્ટ્રીય સ્તરે આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં ટ્રેન્ડ્સ પુરવાર કરે છે કે, ભારતે વૈશ્વિક કટોકટી સામે બૂસ્ટર શોટ મેળવ્યો છે. યુક્રેનનું યુદ્ધ હોય કે મોંઘવારીનું દબાણ હોય, ભારતની વિકાસગાથા તમામ અવરોધો વચ્ચે જળવાઈ રહી છે અને આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટમાં સામેલ 1,103 વ્યક્તિઓમાં 149 વ્યક્તિઓએ પ્રવેશ કર્યો છે. આ તમામની કુલ સંપત્તિ રૂ. 100 લાખ કરોડ છે.”

ટોપ 10 વ્યક્તિઓ

અગાઉના વર્ષની સરખામણીમાં વર્ષ 2022માં ટોપ 10 વ્યક્તિઓ માટે કટ-ઓફ રૂ. 1,800 કરોડ વધીને રૂ. 15,300 કરોડ થયું. રાજ્યના ટોપર ગૌતમ અદાણી એન્ડ ફેમિલીની સંપત્તિમાં એક વર્ષના ગાળામાં 116 ટકાનો વધારો થયો હતો.

ટેબલ 1: આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં ગુજરાતમાં ટોપ 10

રેન્ક નામ સંપત્તિ રૂ. કરોડમાં ફેરફાર % કંપની વય શહેરના રહેવાસી
1 ગૌતમ અદાણી એન્ડ ફેમિલી 10,94,400 116% અદાણી 60 અમદાવાદ
2 પંકજ પટેલ એન્ડ ફેમિલી 34,900 -29% ઝાયડસ લાઇફસાયન્સિસ 69 અમદાવાદ
3 કરસનભાઈ પટેલ એન્ડ ફેમિલી 34,400 -11% નિરમા 78 અમદાવાદ
4 સમીર મહેતા એન્ડ ફેમિલી 27,000 4% ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ 59 અમદાવાદ
4 સુધીર મહેતા એન્ડ ફેમિલી 27,000 4% ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ 68 અમદાવાદ
6 સંદીપ પ્રવીણભાઈ એન્જિનીયર એન્ડ ફેમિલી 26,000 -2% એસ્ટ્રલ 61 અમદાવાદ
7 ભદ્રેશ શાહ 16,200 20% એઆઇએ એન્જિનીયરિંગ 70 અમદાવાદ
8 બિનિશ હસમુખ ચુડગર એન્ડ ફેમિલી 15,300 10% ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ 58 અમદાવાદ
8 નિમિશ હસમુખ ચુડગર એન્ડ ફેમિલી 15,300 10% ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ 62 અમદાવાદ
8 ઉર્મિશ હસમુખ ચુડગર એન્ડ ફેમિલી 15,300 10% ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ 63 અમદાવાદ

સ્તોત્રઃ આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022

 ઉદ્યોગ-મુજબ બ્રેક-અપ

રાજ્યના 21 ટકા સૌથી વધુ ધનિક વ્યક્તિઓ મુખ્યત્વે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં કાર્યરત છે. ગુજરાતના ધનિકોની યાદીમાં બીજો સૌથી વધુ પસંદગીનો ઉદ્યોગ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ છે.

ટેબલ 2: ટોપ 5 પ્રદાતા ઉદ્યોગો

રેન્ક ઉદ્યોગ વ્યક્તિઓની સંખ્યા સૌથી વધુ ધનિક વ્યક્તિ સંપત્તિ (રૂ. કરોડમાં)
1 ફાર્માસ્યુટિકલ્સ 18 પંકજ પટેલ એન્ડ ફેમિલી 34,900
2 કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ 13 અશ્વિન દેસાઈ એન્ડ ફેમિલી 10,300
3 જ્વેલરી 10 બાબુ લાખાણી એન્ડ ફેમિલી 4,900
4 ફૂડ એન્ડ બેવરેજીસ 8 ભીખાભાઈ પોપટભાઈ વીરાણી 3,400
5 ઔદ્યોગિક ઉત્પાદનો 6 પ્રકાશ એમ સંઘવી એન્ડ ફેમિલી 3,700

સ્તોત્રઃ આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022

 નવો ઉમેરો

ગુજરાતમાંથી કુલ 13 વ્યક્તિઓએ આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં પહેલી વાર પ્રવેશ કર્યો છે. આ 13 વ્યક્તિઓએ યાદીની કુલ સંપત્તિમાં રૂ. 28,700નો ઉમેરો કર્યો છે.

ટેબલ 3: આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં ગુજરાતમાંથી સામેલ થયેલી ટોચની વ્યક્તિઓ

રેન્ક નામ સંપત્તિ (રૂ. કરોડમાં) કંપની ઉદ્યોગ
1 અશ્વિનદેસાઈ એન્ડ ફેમિલી          10,300 એથર ઇન્ડસ્ટ્રીઝ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ
2 જિગ્નેશભાઈ દેસાઈ            2,700 NJ ઇન્ડિયા ઇન્વેસ્ટ નાણાકીય સેવાઓ
2 નીરજભાઈ ચોકસી            2,700 NJ ઇન્ડિયા ઇન્વેસ્ટ નાણાકીય સેવાઓ
4 યમુનાદત્ત અમિલાલ અગ્રવાલ એન્ડ ફેમિલી            2,000 જિન્દાલ વર્લ્ડવાઇડ ટેક્સટાઇલ્સ, એપેરલ્સ એન્ડ એક્સેસરીઝ
5 હસમુખ જી ગોહિલ            1,700 તીર્થ એગ્રો ટેકનોલોજી ઓટોમોબાઇલ એન્ડ ઓટો કમ્પોનેન્ટ્સ

સ્તોત્રઃ આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022

આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022 – મુખ્ય બાબતો

હુરુન ઇન્ડિયાની યાદીમાં રૂ. 1,000 કરોડની સંપત્તિ ધરાવતી 1,103 ધનિકો સામેલ છે, જેમાં 96 ધનિકોનો વધારો થયો છે, જેમણે પહેલી વાર 1,100 કરોડના આંકડાને વટાવ્યો છે, જેમાં છેલ્લાં પાંચ વર્ષમાં 62 ટકાનો વધારો થયો છે.

હુરુન લિસ્ટની શરૂઆત થયા પછી પહેલી વાર આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટર્સની સંચિત સંપત્તિ વધીને રૂ. 100 લાખ કરોડ થઈ – જે સિંગાપોર, યુએઇ અને સાઉદી અરેબિયાની સંયુક્ત જીડીપીથી વધારે છે.

ગયા વર્ષની સરખામણીમાં દરરોજ રૂ. 1,600 કરોડનો ઉમેરો થયો અને રૂ. 10,94,400 કરોડની સંપત્તિ સાથે ગૌતમ અદાણી (60)એ મુકેશ અંબાણી (65)ને પાછળ પાડીને પહેલી વાર સૌથી ધનિક ભારતીયનો તાજ મેળવ્યો.

5 લાખ કરોડ કેચઅપઃ વર્ષ 2021માં મુકેશ અંબાણી સંપત્તિની દ્રષ્ટિએ અદાણીથી રૂ. 2 લાખ કરોડની સંપત્તિ વધારે ધરાવતા હતા, તો વર્ષ 2022માં અદાણી અત્યારે અંબાણીથી રૂ. 3 લાખ કરોડની વધારે સંપત્તિ ધરાવે છે.

રૂ. 41,700 કરોડના ઉમેરા સાથે કુલ રૂ. 205,400 કરોડની સંપત્તિ સાથે સાયરસ પૂનાવાલા (81)એ આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં ત્રીજું સ્થાન મેળવી ખળભળાટ મચાવી દીધો.

એક ટીનેજરે યાદીમાં પ્રવેશ મેળવ્યો! આ યાદીમાં સૌથી નાની વયના 19 વર્ષના કૈવલ્ય વોહરાએ ઝેપ્ટોની સ્થાપના કરી હતી. 10 વર્ષ અગાઉ આ યાદીમાં સૌથી ઓછી વય 37 હતી અને અત્યારે 19 વર્ષ છે, જે સ્ટાર્ટઅપ પરિવર્તનની અસર દર્શાવે છે.

પહેલી વાર 100 સ્ટાર્ટઅપ સ્થાપકોએ કુલ રૂ. 5,06,000 કરોડની કુલ સંપતિ અને સરેરાશ 40 વર્ષની વય સાથે આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં સ્થાન મેળવ્યાં.

ફાર્મા ટાયકૂન દિલીપ સંઘવી (66), કોટક મહિન્દ્રા બેંકના બેંકિંગ મેગ્નેટ ઉદય કોટક (63)એ આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં ટોપ 10માં ફરી પ્રવેશ મેળવ્યો, જેમણે જય ચૌધરી (63) અને કુમાર મંગલમ બિરલા (55)નું સ્થાન લીધું.

12 વ્યક્તિઓ રૂ. 1 લાખ કરોડ કે વધારે સંપત્તિ ધરાવે છે, જ્યારે ગયા વર્ષની આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટમાં આટલી સંપત્તિ ધરાવતી 13 વ્યક્તિઓ  હતી.

221 ડોલર અબજોપતિઓ, ગયા વર્ષની સરખામણીમાં ઘટીને 16 અને 10 વર્ષ અગાઉ હુરુન ઇન્ડિયાની શરૂઆત થયા પછી અત્યાર સુધી 4 ગણા.

યાદીમાં રેકોર્ડ 735 ઉદ્યોગસાહસિકો કે 67 ટકા આપમેળે આગળ આવેલા, ગયા વર્ષના 659થી વધારે અને પાંચ વર્ષ અગાઉ 54 ટકાથી વધારે. ચાલુ વર્ષે આપબળે આગળ આવેલા નવા ચહેરાઓમાં 79 ટકા.

126 ઉદ્યોગસાહસિકો સાથે ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિસ લિસ્ટ 2022માં સૌથી વધુ હિસ્સો ધરાવે છે, ત્યારબાદ કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ્સ (102) અને સોફ્ટવેર એન્ડ સર્વિસીસ (84)નું અનુક્રમે બીજું અને ત્રીજું સ્થાન. યાદીમાં સામેલ 24ની સંપત્તિ બમણી થઈ, જેમાં 5 ટેક્સટાઇલ્સ અને 4 ઔદ્યોગિક ઉત્પાદનો સાથે સંબંધિત.

અદાણી એન્ટરપ્રાઇઝીસ હિસ્સો એક્વાયર કર્યાની જાહેરાત કર્યા પછી અને કંપની માટે ઓપન ઓફર કર્યા બાદ એનડીટીવીના પ્રણય રોય અને તેમના પત્ની રાધિકા રોયે યાદીમાં પ્રવેશ કર્યો (681મો રેન્ક), જેમની સંયુક્ત સંપત્તિ રૂ. 2,000 કરોડ.

લોકપ્રિય રીતે ‘ફિઝિક્સવાલા’ તરીકે જાણીતા અલખ પાંડે અને તેમના સહ-સ્થાપક પ્રતીક બૂબે યાદમાં પ્રવેશ કર્યો અને બંનેએ યુનિકોર્ન બનેલા તેમના સ્ટાર્ટ-અપ ફિઝિક્સ વાલા સાથે રૂ. 4,000 કરોડની સંપત્તિ સાથે 399મો રેન્ક મેળવ્યો.

602ની સંપત્તિમાં વધારો થયો, જેમાંથી 149 નવા ચહેરાઓ છે. 415ની સંપત્તિમાં ઘટાડો થયો. 50 ડ્રોપઆઉટ. 4 પાસ થયેલા છે.

બ્યૂટી એન્ડ વેલનેસ ઇ-કોમર્સ પ્લેટફોર્મ-નાયકાના સફળ લિસ્ટિંગ સાથે ફાલ્ગુની નાયર, 59,એ ‘બાયોટેક ક્વીન’ કિરન મઝૂમદાર-શૉ, 68નું સ્થાન લીધું અને આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં આપબળે આગળ આવેલા સૌથી ધનિક મહિલા બની ગયા.

સ્ટ્રીમિંગ ડેટા ટેકનોલોજી કંપની કોન્ફ્યુઅન્ટના સહ-સ્થાપક 37 વર્ષીય નેહા નાર્ખેડે આ યાદીમાં સૌથી યુવાન આપબળે આગળ આવેલા મહિલા ઉદ્યોગસાહસિક છે.

પહેલી વાર ગુરુગ્રામે સૌથી વધુ પ્રવેશ કરનાર વ્યક્તિઓ પેદા કરનાર ટોચના 10 શહેરોમાં પ્રવેશ કર્યો. 283 વ્યક્તિઓ સાથે મુંબઈ આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં ટોચના સ્થાને છે, ત્યારબાદ નવી દિલ્હી (185) અને બેંગાલુરુ (89) છે; મુંબઈએ 28 વ્યક્તિનો ઉમેરો કર્યો અને અન્ય શહેરો કરતાં વધારે ઉમેરો જાળવી રાખ્યો.

આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022એ રેકોર્ડ 149 નવા ચહેરા ઉમેર્યા, જે 32 ઉદ્યોગો અને 36 શહેરોમાંથી છે.

14 પ્રોફેશનલ મેનેજર્સે યાદીમાં પ્રવેશ કર્યો. રૂ. 12,100 કરોડ સાથે કેલિફોર્નિયા-સ્થિત થોમસ કુરિયન, 62, સૌથી વધુ ધનિક છે, જેમણે ઓરેકલમાં તેમનો હિસ્સો એન્કેશ કર્યો હતો; રૂ. 6,500 કરોડ સાથે એવેન્યૂ સુપરમાર્ટ્સના ઇગ્નેટિયસ નેવિલ નોરોન્હા, 47, ભારતમાં સૌથી વધુ ધનિક સીઇઓ છે, જેમણે આઇઆઇએફએલ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં સ્થાન મેળવ્યું છે.

સંપત્તિમાં 376 ટકાના વધારા સાથે વેદાંત ફેશન્સના રવિ મોદીએ યાદીમાં સામેલ તમામ લોકો વચ્ચે સંપત્તિમાં સૌથી વધુ ઉમેરો કર્યો, ત્યારબાદ ફાલ્ગુની નાયર એન્ડ ફેમિલીએ (345 ટકા) અને મલ્ટિ-બ્રાન્ડ ફૂટવેર રિટેલ ચેઇન મેટ્રો બ્રાન્ડ્સના રફિક અબ્દુલ મલિક એન્ડ ફેમિલી (240 ટકા)એ તેમની સંપત્તિમાં સૌથી વધુ ઉમેરો કર્યો. સંપૂર્ણ સંપત્તિની દ્રષ્ટિએ અદાણી અને અંબાણીએ સંપત્તિમાં સૌથી વધુ ઉમેરો કર્યો છે.

આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં 37 યુનિકોર્નના 65 સ્થાપકોએ સ્થાન મેળવ્યું.

આઇઆઇએફએલ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં 90ના દાયકામાં જન્મેલા 13 લોકો સામેલ – તમામ પોતાના બળે આગળ આવેલા છે. રસાયણ સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતો ઉદ્યોગ છે, જેણે 20 નવા ચહેરા ઉમેર્યા છે. યાદીમાં ઉદ્યોગપતિઓની સરેરાશ વય 63 વર્ષ છે, જે ગયા વર્ષે જેટલી છે. યાદીમાં સામેલ મહિલાઓની સરેરાશ વય 61 વર્ષ છે.

ટ્વીટર પર 118 લાખ ફોલોઅર્સ સાથે 84 વર્ષીય રતન ટાટા આઇઆઇએફએલ હુરુન ઇન્ડિયા રિસ લિસ્ટમાંથી ભારતીય સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો થનાર ઉદ્યોગપતિ છે, જેમના પછી 9.7 મિલિયન ફોલોઅર્સ સાથે આનંદ મહિન્દ્રા બીજા સ્થાને છે

સ્ટાર સાઇન્સઃ સંપતિમાં 32 ટકાનો ઉમેરો, કેન્સર (સૂર્ય રાશિ) સતત બીજા વર્ષ માટે ટોચનું સ્થાન જાળવી રાખ્યું અને તેમના પછી વિર્ગો અને લિબ્રાના જાતકો, જેમણે અનુક્રમે જેમિની અને ટોરસના જાતકોનું સ્થાન લીધું છે. સંપૂર્ણપણે સ્કોર્પિયો અને વિર્ગોએ ભારતમાં શ્રેષ્ઠ ઉદ્યોગસાહસો ઊભા કર્યા છે, જેઓ દરેક યાદીમાં 9.5 ટકા સાથે મોખરે છે અને બીજા સ્થાન લીઓ છે.

વિશ્વના સૌથી મોટી ધનિક યાદી પ્રદાન કરનાર હુરુને આઇઆઇએફએલ વેલ્થ સાથે જોડાણમાં હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટની 11મી વાર્ષિક એડિશન પ્રસ્તુત કરી છે

ટોપ 20: આઇઆઇએફએલ વેલ્ત હુરુન ગુજરાત રિચ લિસ્ટ 2022. સંપૂર્ણ યાદી માટે જુઓ www.hurunindia.net

રેંક નામ સંપત્તિ(રૂ. કરોડમાં) કંપની ઉદ્યોગ
1 ગૌતમ અદાણી એન્ડ ફેમિલી 10,94,400 અદાણી ઊર્જા, માળખાગત સુવિધા
2 પંકજ પટેલ એન્ડ ફેમિલી 34,900 ઝાયડર લાઇફસાયન્સિસ ફાર્માસ્યુટિકલ્સ
3 કરસનભાઈ પટેલ એન્ડ ફેમિલી 34,400 નિરમા એફએમસીજી
4 સમીર મહેતા એન્ડ ફેમિલી 27,000 ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ ફાર્માસ્યુટિકલ્સ
4 સુધીર મહેતા એન્ડ ફેમિલી 27,000 ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ ફાર્માસ્યુટિકલ્સ
6 સંદીપ પ્રવીણભાઈ એન્જિનીયર એન્ડ ફેમિલી 26,000 એસ્ટ્રલ કન્સ્ટ્રક્શન મટિરિયલ્સ
7 ભદ્રેશ શાહ 16,200 એઆઇએ એન્જિનીયરિંગ કન્સ્ટ્રક્શન એન્ડ એન્જિનીયરિંગ
8 બિનિશ હસમુખ ચુડગર એન્ડ ફેમિલી 15,300 ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ ફાર્માસ્યુટિકલ્સ
8 નિમિશ હસમુખ ચુડગર એન્ડ ફેમિલી 15,300 ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ ફાર્માસ્યુટિકલ્સ
8 ઉર્મિશ હસમુખ ચુડગર એન્ડ ફેમિલી 15,300 ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ ફાર્માસ્યુટિકલ્સ
11 સમીર કલ્યાણજી પટેલ 10,400 ફાર્મ્સન ફાર્માસ્યુટિકલ ફાર્માસ્યુટિકલ્સ
11 રાજીવ મોદી 10,400 કેડિલા ફાર્માસ્યુટિકલ્સ ફાર્માસ્યુટિકલ્સ
13 અશ્વિન દેસાઈ એન્ડ ફેમિલી 10,300 એથર ઇન્ડસ્ટ્રીઝ કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ
14 હસમુખ ચુડગર એન્ડ ફેમિલી 10,000 ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ ફાર્માસ્યુટિકલ્સ
15 અચલ અનિલ બકેરી એન્ડ ફેમિલી 5,500 સિમ્ફની કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ
16 બાબુ લાખાણી એન્ડ ફેમિલી 4,900 કિરન જેમ્સ જ્વેલરી
17 ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા એન્ડ ફેમિલી 4,800 શ્રી રામક્રિષ્ના એક્ષ્પોર્ટર્સ જ્વેલરી
18 જયંતિલાલ જરીવાલા 4,400 કલરટેક્ષ ઇન્ડસ્ટ્રીઝ કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ
18 અશ્વિન રામલાલ ગાંધી એન્ડ ફેમિલી 4,400 એશિયન પેઇન્ટ્સ કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ
20 અમિત ઇન્દુભૂષણ બક્ષી 4,300 એરિસ લાઇફસાયન્સિસ ફાર્માસ્યુટિકલ્સ

સ્તોત્રઃ આઇઆઇએફએલ વેલ્થ હારુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.