Western Times News

Gujarati News

IIM સંબલપુર એક્ઝિક્યુટિવ MBA પ્રોગ્રામ (2024-2026) માટે ઓનલાઇન એપ્લિકેશન્સ શરૂ થઈ

સંબલપુર, તમામ ફંક્શનલ એરિયામાં ઇનોવેટિવ આઇડિયાઝને ઇન્ટિગ્રેટ કરવા, જટિલ વ્યાપારી સમસ્યાઓ ઉકેલવા, લોકોને મેનેજ કરવા અંગે ઊંડી આંતરદ્રષ્ટિ કેળવવા તથા મજબૂત ઓર્ગેનાઇઝેશનલ લીડર્સ તરીકે કામ કરવા માટે ભારતની અગ્રણી મેનેજમેન્ટ સંસ્થાઓ પૈકીની એક આઈઆઈએમ સાંબલપુરે આઈઆઈએમ સંબલપુર ખાતે બે વર્ષના એક્ઝિક્યુટિવ એમબીએ પ્રોગ્રામ (ExeMBA) 2024-2026 માટે એપ્લિકેશન્સ મંગાવી છે. ઓનલાઇન એપ્લિકેશન સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2024 છે. IIM Sambalpur invites online applications for Executive MBA Program (2024-2026).

 ExeMBA કોર્સ વર્કિંગ પ્રોફેશનલ્સ માટે ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવ્યો છે અને લઘુતમ 50 ટકા ગ્રેજ્યુએશન માર્ક્સ તથા ઓછામાં ઓછા 3 વર્ષના વ્યવસાયિક અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે એક અનોખી તક પૂરી પાડે છે. ફેકલ્ટી દ્વારા લાઇવ સેશન ભાગ લેનારાઓને ઇન્ટરેક્ટિવ અનુભવી શિક્ષણ પૂરું પાડશે. પ્રોગ્રામ હાઇ ડેફિનિશન, વીડિયો કોન્ફરન્સ આધારિત વર્ચ્યુઅલ ક્લાસરૂમ (વીસીઆર) ઓનલાઇન પ્લેટફોર્મ તથા ઓફલાઇન મોડ પર ઓફર કરવામાં આવે છે.

ExeMBA મજબૂત ઉદ્યોગસાહસિક તરીકેની માનસિકતા ધરાવતા તથા આત્મનિર્ભર ભારત, મેક ઈન ઈન્ડિયા અને સ્ટાર્ટ-અપ ઈન્ડિયા જેવી ભારત સરકારની વિવિધ પહેલનો લાભ લેવા માંગતા લોકોને લાભકર્તા રહેશે.

આઈઆઈએમ સંબલપુરના ડિરેક્ટર પ્રો. મહાદેવ જયસ્વાલે જણાવ્યું હતું કે “ExeMBA પ્રોગ્રામનો લક્ષ્યાંક ઉમેદવારોને તેમની ઉદ્યોગસાહસિક તરીકેની કુશળતાઓ અને વ્યૂહરચનાઓ વધારવા, તેમના વ્યક્તિગત વિકાસને સક્રિય કરવા, સંસ્થાને આગળના સ્તર સુધી લઈ જવા અને જવાબદાર લીડર તરીકે ઊભરી આવવામાં મદદ કરવાનો છે. પ્રોગ્રામની વિશેષતા એવા અત્યાધુનિક અભ્યાસક્રમમાં રહેલી છે જે એવા લીડર્સ ઊભા કરશે જેઓ ઉદ્યોગસાહસિક તરીકેની માનસિકતા ધરાવતા હોય અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ટકાઉપણું, જવાબદાર લીડરશિપ, ડેટા એનાલિટિક્સ અને કોર્પોરેટ આંત્રપ્રિન્યોરશિપ જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં સ્પેશિયલાઇઝેશન ધરાવતા હોય. સમગ્ર કોર્સ સ્ટ્રક્ચર પ્રોગ્રામને સમકાલિન અને સુનિયોજિત કરવા માટે બનાવવા માટે છે.”

લાયકાતઃ

ઉમેદવારમાં નીચે મુજબની પાત્રતા હોવી જોઈએઃ

  • લઘુતમ 50 ટકા માર્કસ સાથે કોઈપણ ક્ષેત્રમાં બેચલર્સ ડિગ્રી અથવા તેની સમકક્ષ
  • 3 વર્ષનો મેનેજરિયલ/આંત્રપ્રિન્યોરિયલ/પ્રોફેશનલ અનુભવ

પ્રવેશ પદ્ધતિઃ

  • પસંદગીના ધારાધોરણો અને પર્સનલ ઇન્ટરવ્યૂ (પીઆઈ) રાઉન્ડના આધારે શોર્ટલિસ્ટિંગ
  • ફાઇનલ મેરિટ લિસ્ટ ઉમેદવાદરના પીઆઈમાં એકંદરે દેખાવ, શૈક્ષણિક લાયકાત અને કામના અનુભવના આધારે તૈયાર કરવામાં આવશે
  • કંપની તરફથી નો ઓબ્જેક્શન/સર્ટિફિકેટ કન્સેન્ટ લેટર રજૂ કરવું

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.