IIM ઉદયપુરે બે વર્ષીય એમબીએ પ્રોગ્રામ રજૂ કર્યો
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ઉદયપુરે આગામી 2020-2022 માટેના બે વર્ષીય એમબીએ પ્રોગ્રામના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કર્યું હતું. ત્યારબાદ ત્રણ દિવસીય ઓરિએન્ટેશન સત્રો પણ રાખવામાં આવ્યાં હતાં, જેમાં લગભગ 375 લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
નવા વિદ્યાર્થીઓના સમાવેશનો કાર્યક્રમ ગોલ્ડમેન સાચ ઈન્ડિયાના ચેરમેન અને સીઈઓ સંજય ચેટર્જીની હાજરીમાં ડિજિટલ માધ્યમથી યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે આઈઆઈએમ ઉદયપુરના ડિરેક્ટર જનત શાહ, પ્રોફેસર રેઝિના સુલ્તાના, એકેડેમિક ડીન, ફેકલ્ટીઝ અને નવા વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.
વર્ષ 2020ના ક્લાસને સંબોધતાં તથા પોતાની સફરને યાદ કરતાં ગોલ્ડમેન સાચ ઈન્ડિયાના ચેરમેન અને સીઈઓ સંજય ચેટર્જીએ જણાવ્યું હતું કે તમારા જીવનના આગામી બે વર્ષને એક ટ્રાન્સફોર્મેશ્નલ ફેઝ તરીકે સ્વીકારવા માટે જણાવ્યું હતું. કેમકે આ એ સમય છે જે તમને નાગરિક, કોર્પોરેટ નાગરિક, દેશના નાગરિક અને વિશ્વ નાગરિક તરીકે ઘડશે. સ્ટુડન્ટ્સને તેમનું વર્તન અને નિરીક્ષણ વધુ ધારદાર બનાવવા જણાવ્યું હતું. સાથે જે વિચાર અને મૂલ્યો માટે તેઓ પ્રતિબદ્ધ છે તે અનુસરવા માટે કહ્યું હતું. આખરે તો આ બાબતો જ તમે શું છો તે અને તમને તથા જે સંસ્થામાંથી તમે પદવી લઈ રહ્યાં છો તેને લોકો કેવી રીતે જોશે તે નિર્ધારિત કરશે.
“પ્રગતિના ચક્રો હંમેશા કામ કરતાં રહે છે. તમારું વર્તન જ તમે શું ધરાવો છો તે નક્કી કરે છે. તમારા આગામી બે વર્ષો માટે તેમજ ત્યારબાદ પણ શિસ્ત અને ટીમવર્ક ખૂબ મહત્વનાં છે. આ સિધ્ધાંતો કેમ્પસ તથા તેની બહાર પણ મુખ્ય સહાયક બની રહેશે,”એમ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનમાંથી તેમણે શિખેલી વાતોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે આઈઆઈએમ ઉદયપુરના ડિરેક્ટર પ્રો. જનત શાહે જણાવ્યું હતું કે, ”આઈઆઈએમ ઉદેપુર માટે 2020નો ક્લાસ એ પ્રથમ ક્લાસ છે. અહીં આવવા માટે તમે સખત મહેનત કરી છે. વર્તમાન કપરાકાળમાં તમે તમારી જાતને દાવ પર લગાવી છે. અમે તમને પ્લેટફોર્મ અને એક પ્રણાલી પુરી પાડીશું પરંતુ તમારી વાર્તા તમારે ખુદ લખવાની છે. તમે ક્યાં સારા છો તે અને નાણાકિય રીતે તમે કેવી રીતે સ્થિર બની શકો છો તે તમારે શોધવાનું છે. સાથે તમારે સમાજને પણ યોગદાન આપવાનું છે,”
નવી બેચને અભિનંદન પાઠવતાં ઉદયપુર આઈઆઈએમના એકેડેમિક ડીન પ્રોફ. રેઝિના સુલ્તાનાએ જણાવ્યું હતું કે તમારી ટ્રાન્સફોર્મેશ્નલ જર્નીમાં અમે તમારુ સ્વાગત કરીએ છીએ. તમારા પ્રયત્નો તમારી સફળતાની ચાવી છે. બે વર્ષમાં સૌથી મહત્વની બાબત સાતત્યતાની રહેશે.
ઉદ્ઘાટન સમારોહ બાદ બિઝનેસ સ્કૂલે કેટલાક રાઉન્ડ્સમાં જનરલ ઓરિએન્ટેશનનું આયોજન કર્યું હતું. જેમાં વિઝન કોર ટીમ(ફેકલ્ટી-પ્રોફ.પ્રકાશ સત્યવાગિશ્વરન, પ્રોફ.આશિષ ગલાન્ડે અને પ્રોફ.વિજયતા દોષી) દ્વારા ઈન્ટીટ્યુટ્સના વિઝન 2030 વિશે ખ્યાલ આપવામાં આવ્યો હતો. સાથે કેરિયર સપોર્ટ, પ્લેસમેન્ટ ઓફરિંગ્ઝ, જેન્ડર સેન્સિટાઇઝેશન વગેરેની માહિતી પૂરી પાડવામાં આવી હતી.