Western Times News

Gujarati News

IIM ઉદેપુર અને જેએમ ફાઇનાન્સિયલે ફાઇનાન્સિયલ રિસર્ચ માટે સેન્ટર લોંચ કરવા સહયોગ કર્યો

·        ફાઇનાન્સ અને સંબંધિત શાખાઓમાં સ્કોલર્સને વિશ્વ-સ્તરીય સંસાધનોની એક્સેસ ઓફર કરાશે

·        રિસર્ચ અને ડાઇલોગ દ્વારા ઇન્ડસ્ટ્રી એકેડેમિયા ભાગીદારીની રચના કરાશે

·        રૂ. 3 લાખનો જેએમ ફાઇનાન્સિયલ મેરિટ એવોર્ડ IIMU MBA પ્રોગ્રામમાં બેસ્ટ ફાઇનાન્સ સ્ટુડન્ટને દર વર્ષે એનાયત કરાશે

ઉદેપુર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઉદેપુર (આઇઆઇએમયુ)એ જાહેર કર્યું હતું કે તે અગ્રણી એકીકૃત અને વૈવિધ્યસભર ફાઇનાન્સિયલ સર્વિસિસ ગ્રૂપ જેએમ ફાઇનાન્સિયલના સહયોગથી ફાઇનાન્સિયલ રિસર્ચ માટે જેએમ ફાઇનાન્સિયલ સેન્ટરની સ્થાપના કરશે. આ સેન્ટર ફાઇનાન્સ અને સંબંધિત શાખાઓના સ્કોલર્સને વિશ્વ-સ્તરીય સંસાધનોની એક્સેસ પ્રદાન કરશે. IIM Udaipur and JM Financial collaborate to launch JM Financial Centre for Financial Research

આઇઆઇએમયુ ખાતે ફાઇનાન્સિયલ રિસર્ચ માટે જેએમ ફાઇનાન્સિયલ સેન્ટર ફાઇનાન્સ અને સંબંધિત શાખાઓમાં શૈક્ષણિક સંશોધનમાં જોડાશે તેમજ વાર્ષિક વર્કશોપ અને ઇન્ડસ્ટ્રી ટોકનું આયોજન કરશે તથા એક્શન રિસર્ચ અને સેમીનાર માટે બીએફએસઆઇ સેક્ટર અને નિયમકીય સંસ્થાનો સાથે ભાગીદારી કરશે. આ સેન્ટરમાં બીએફએસઆઇ, ફાઇનાન્સિયલ ટેક્નોલોજી સેક્ટર્સ અને શૈક્ષણિક ક્ષેત્રના નિષ્ણાંતો સહિતનું એક એડવાઇઝરી બોર્ડ રહેશે.

એકવાર સેન્ટર કાર્યરત થયાં બાદ પારસ્પરિક સમજૂતી મૂજબ તે એમબીએ પ્રોગ્રામમાં એમએન્ડએ અથવા બીજા પ્રવાહોમાં ઇલેક્ટિવ કોર્સ પણ ઓફર કરી શકે છે. આઇઆઇએમયુ અને જેએમ ફાઇનાન્સિયલ વચ્ચેની પારસ્પરિક સમજૂતી મૂજબ આઇઆઇએમયુ સંમત થયેલાં ક્ષેત્રોમાં પણ અભ્યાસ હાથ ધરશે.

આ સેન્ટરને જેએમ ફાઇનાન્સિયલે તેની સીએસઆર પહેલના ભાગરૂપે સહયોગ કર્યો છે. આ સહયોગ ખૂબજ વિશેષ છે કારણકે તે જેએમ ફાઇનાન્સિયલ ગ્રૂપની આ વર્ષની 50મી વર્ષગાંઠની ઉજવણી સાથે સુસંગત થઇ રહ્યો છે. આ સહયોગના ભાગરૂપે  રૂ. 3 લાખનો જેએમ ફાઇનાન્સિયલ મેરિટ એવોર્ડ દર વર્ષે આઇઆઇએમયુ એમબીએ પ્રોગ્રામના બેસ્ટ ફાઇનાન્સ સ્ટુડન્ટને એનાયત કરાશે.

સેન્ટરના લોંચની યોજના વિશે વાત કરતાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઉદેપુરના ડાયરેક્ટર પ્રોફેસર અશોક બેનર્જીએ જણાવ્યું હતું કે, આઇઆઇએમ ઉદેપુર અદ્યતન, ઉચ્ચ-ગુણવત્તાયુક્ત રિસર્ચ હાથ ધરવાના પ્રયાસોમાં જેએમ ફાઇનાન્સિયલના સહયોગ બદલ આભારી છે. આઇઆઇએમ ઉદેપુર ઇન્ડસ્ટ્રીને અનુરૂપ સંશોધન અને અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડસ્ટ્રી અને શૈક્ષણિક સંસ્થાન વચ્ચેની ભાગીદારીમાં હંમેશા વિશ્વાસ કરે છે.

સંશોધન ઉપરાંત સેન્ટર પારસ્પરિક હીતો ધરાવતા મુદ્દાઓ ઉપર અગ્રણી પ્રેક્ટિશનર્સ અને એકેડેમિયા વચ્ચે સંવાદ માટે પણ પ્લેટફોર્મ પૂરું પાડશે. આ સેન્ટર એમબીએ અને પીએચડીના વિદ્યાર્થીઓને નવીન ડેટાબેઝ પણ ઉપલબ્ધ કરાવી શકે છે, જેથી તેઓ ફાઇનાન્સિયલ માર્કેટ અને પ્રોડક્ટ્સ વિશે વધુ ઊંડાણપૂર્વકની માહિતી મેળવી શકે.

જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન વિશાલ કમ્પાનીએ આ સહયોગ વિશે જણાવ્યું હતું કે, દેશની પ્રીમિયમ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ પૈકીની એક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઉદેપુર સાથે સહયોગ કરવો અમારા માટે આદરની વાત છે. અમને આશા છે કે આઇઆઇએમયુ ખાતે ફાઇનાન્સિય રિસર્ચ માટે જેએમ ફાઇનાન્સિયલ સેન્ટર એકેડેમિયા અને ઇન્ડસ્ટ્રી વચ્ચે જોડાણ પેદા કરશે તથા વ્યાપક માહિતી અને સંસાધનો ડિલિવર કરશે.

આ વર્ષે અમે ગ્રૂપની 50મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યાં છીએ ત્યારે ઇન્ડસ્ટ્રી એકેડેમિયા ભાગીદારીમાં ઉત્કૃષ્ટતાની રચના કરવાની દિશામાં અમારે પ્રયત્નશીલ છીએ તથા અમારા લક્ષ્યને સાકાર કરવા પ્લેટફોર્મ પ્રદાન કરવા બદલ અમે આઇઆઇએમ ઉદેપુર મેનેજમેન્ટના આભારી છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.