IIT મદ્રાસમાં કોરોના બ્લાસ્ટ: 12 લોકો કોરોના સંક્રમિત

નવી દિલ્હી, દેશમાં ઘણા ભાગોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આ વચ્ચે ગુરુવારે અધિકારીઓએ જાણકારી આપી હતી કે,IIT મદ્રાસમાં 12 લોકો કોરોના પોઝીટીવ મળી આવ્યા છે.
તમિલનાડુમાં બુધવારે કોરોનાના 31 નવા કેસ આવ્યા હતા. જે બાદ રાજ્યનાં સ્વાસ્થ્ય સચિવે લોકોને માસ્ક પહેરી રાખવા અને કોરોના વાયરસના પ્રોટોકોલનું ગંભીરતાથી પાલન કરવાની અપીલ કરી છે.
થોડા દિવસોથી દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે.
જો કોરોનાના કેસની વાત કરીએ તો ભારતમાં એક દિવસમાં 2380 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. કુલ આંકડો 4 કરોડ ઉપર થઇ ગયો છે. જેની સામે કોરોનાથી મૃત્યુ પામેલ લોકોની સંખ્યા 5,22,062 થઇ ગઇ છે.
સ્વાસ્થય મંત્રાલય અનુસાર દેશમાં 24 કલાકમાં કોરોનાથી 56 લોકોનાં મોત થયા છે, જ્યારે કેરળમાં 53અને મિઝોરમ અને ઓડિશામાં 1-1 જોવા મળ્યો છે.