Western Times News

Gujarati News

IIT કાનપુરના વિજ્ઞાનીએ ભારતમાં મ્યાનમાર જેવા ભૂકંપનું જોખમ બતાવ્યુંઃ આપી ચેતવણી

Files Photo

(એજન્સી)નવીદિલ્હી, મ્યાનમાર અને બેંગકોકમાં ભૂકંપના કારણે તબાહીનો માહોલ સર્જાયો હતો. આ ભૂકંપનું કારણ સગાઈંગ ફોલ્ટ હતું. ફોલ્ટને ઈન્ટરનેટ પર મેપના માધ્યમથી સરળતાથી જોઈ શકાય છે. આઈઆઈટી કાનપુરના અર્થ સાયન્સિસ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર જાવેદ મલિકે સગાઈંગ ફોલ્ટને અત્યંત જોખમી ગણાવતાં ભારતમાં પણ આ પ્રકારનો ભૂકંપ આવવાની આગાહી કરી છે.

જાવેદ મલિકે જણાવ્યું કે, સિલિગુડીમાં ગંગા-બંગાળ ફોલ્ટ છે. આ બંને ફોલ્ટની વચ્ચે અન્ય ઘણી ફોલ્ટલાઈન છે. જેમાં એક ફોલ્ટ સક્રિય થવા પર બીજી ફોલ્ટ તુરંત સક્રિય થઈ શકે છે. સગાઈંગ અત્યંત જૂની ફોલ્ટ છે. તે ઉત્તર-પૂર્વના શિયર ઝોન અરાકાનથી અંદમાન અને સુમાત્રા સુધીના સબડક્શન ઝોનનો હિસ્સો છે. જે જમીનની ઉપર દેખાય છે.

જાપાન અને યુરોપિયન નિષ્ણાતોએ સગાઈંગ પર કામ કર્યું છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, અહીં ભૂકંપોની આવૃત્તિ ૧૫૦-૨૦૦ વર્ષની છે. અર્થાત આટલા વર્ષોમાં એક વાર મોટો ભૂકંપ આવે છે. ચીનમાં ભૂકંપની તીવ્રતા ૭.૯ દર્શાવવામાં આવી છે. પ્રો. મલિકે જણાવ્યું કે, આપણે મોટો ભૂકંપ સર્જાવવાની રાહ જોવી જોઈએ નહીં. હિમાલયમાં અનેક સક્રિય ફોલ્ટ લાઈન છે.

તમામ ફ્રન્ટલ પાર્ટ્‌સ પર પણ ફોલ્ટ લાઈન છે. જે ભયાવહ ભૂકંપની શક્્યતાઓ વધારે છે. આ સિવાય ઉત્તર-પૂર્વ અને કાશ્મીર ઝોન-૫માં પણ આ મુદ્દે રિસર્ચ કરવાની જરૂરિયાત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.