IIT મદ્રાસે પોર્ટેબેલ હોસ્પિટલ બનાવી-૪ કલાકમાં ઊભી થઈ શકે
કિલર કોરોના વાયરસનો સામનો કરવા માટે પોર્ટેબલ હોસ્પિટલ મેડિકેબ ગેમચેન્જર તરીકે સાબિત થઈ શકે છે
ચેન્નઈ, કોરોનાથી લડવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી મદ્રાસ અને સ્ટાર્ટઅપ મોડ્યુલસ હાઉસિંગે એક પોર્ટેબલ હોસ્પિટલ ડેવલપ કરી છે. જેને માત્ર ૮ કલાકમાં ૨ લોક મળીને ગમે ત્યારે તૈયાર કરી શકાય છે. કોરોનાનો સામનો કરવા માટે પોર્ટેબલ હોસ્પિટલ મેડિકેબ ગેમચેન્જર સાબિત થઈ શકે છે. તેના દ્વારા ગ્રામ્ય સ્તરે કોરોનાના દર્દીઓની જાણકારી, સ્ક્રીનિંગ કરીને આઈસોલેશન અને સારવારમાં મદદ મળશે. આ હોસ્પિટલને તાજેતરમાં કેરળના વાયનાડમાં લોન્ચ કરવામાં આવી હતી. જ્યાં તેના યુનિટ્સને કોરોના દર્દીઓની સારવાર માટે લગાવવામાં આવ્યા હતા.
આવી માઈક્રો હોસ્પિટલ ડેવલપ કરવા પાછળનો હેતુ સ્માર્ટ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવાનો હતો, જેને સમગ્ર દેશમાં શહેર અથવા ગામમાં પણ સરળતાથી ઓપરેટ કરી શકાય. મેડિકેબને સંપૂર્ણપણે ફોલ્ડ કરી શકાય છે અને ૪ ઝોનની સાથે બનાવામાં આવી છે. તેમાં ૧ ડોક્ટર રૂમ, ૧ આઈસોલેશન રૂમ, ૧ મેડિકલ રૂમ/વોર્ડ અને ૨ બેડવાળા ૈંઝ્રેં સામેલ છે. તેને ૨ લોકો મળીને લગભગ ૮ કલાકમાં તૈયાર કરી શકે છે. ફોલ્ડેબલ હોવાને કારણે, તેનો ટ્રાન્સપોર્ટેશનમાં પણ ખર્ચ ઓછો આવે છે.
સ્ટાર્ટઅપ માટે શ્રી ચિત્રા ઈન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ અને ટેક્નોલોજી સાથે મળીને કરવામાં આવ્યું હતું. જેનાથી પ્રોજેક્ટને સર્ટિફિકેશન અને કસ્ટમાઈઝેશનથી ઈનપુટ મેળવવામાં મદદ મળી. મોડ્યુલસ હાઉસિંગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રીરામ રવિચંદ્રનના જણાવ્યા પ્રમાણે, કેરળમાં આ પાયલટ પ્રોડેક્ટના પરિણામો વર્તમાન સમયમાં ટેક્નોલોજીના ફાયદા અને માઈક્રો-હોસ્પિટલની જરૂરિયાત સમજાવી શકે છે.
ડિકેબને એક જરૂરી અને તાત્કાલિક તૈયાર થતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે સાબિત કરવામાં પણ મદદ મળી. તેમાં જણાવ્યા પ્રમાણે, કોરોના જેવી મહામારીના સમયમાં સ્ક્રીનિંગ અને સારવાર માટે સ્માર્ટ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે. તેમના જણાવ્યા પ્રમાણે, શહેરોમાં તો બેસિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેને સરળતાથી હોસ્પિટલોમાં ફેરવી શકાય છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં દરેક જગ્યાએ આવું કરવું શક્ય નથી. ગામમાં જરૂરિયાતના હિસાબથી ઓછા સમયમાં બિલ્ડિંગ બનાવી એક મોટો પડકાર છે. આવી જગ્યાઓ પર મેડિકેબ દ્વારા કોરોના જેવી મહામારીનો સામનો કરવામાં મદદ મળી શકે છે.