InvIT ના સફળ લિસ્ટિંગ સાથે IL&FS ડેટ રિસોલ્યુશન ટાર્ગેટને હાંસલ કરવામાં વધુ એક સીમાચિહ્ન પૂર્ણ કર્યુ

અમદાવાદ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીઝે (આઇએલએન્ડએફએસ) એક લિસ્ટિંગ સમારંભમાં એનએસઇ પર રોડસ્ટાર ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ InvIT (આરઆઇઆઇટી)નું લિસ્ટિંગ કર્યું હતું.
આ પ્રસંગે આઇએલએન્ડએફએસ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી નંદ કિશોર, રોડસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ લિમિટેડ (આરઆઈએમએલ)ના ચેરમેન ડો. જે એન સિંહ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી ડેની સેમ્યુઅલ તથા નવા બોર્ડના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
છ મુખ્ય રોડ એસેટ્સ ધરાવતા InvITના ડિસ્ટ્રીબ્યુશનના પગલે આરઆઇઆઇટીનું રૂ. 8,592 કરોડના એન્ટરપ્રાઇઝ વેલ્યુએશન પર લિસ્ટિંગ થયું હતું જે ડેટ રિસોલ્યુશનના વૈવિધ્યપૂર્ણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો અસરકારક રીતે ઉપયોગ કરવાની આઇએલએન્ડએફએસ ગ્રુપની ક્ષમતાને દર્શાવે છે. IL&FS INVIT – ROADSTAR INFRA INVESTMENT TRUST – LISTS ON NSE, UNLOCKS VALUE AND GROWTH POTENTIAL.
રોડસ્ટાર ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સ્પોન્સર્ડ રોડસ્ટાર ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની સ્થાપના પ્રત્યક્ષ કે પરોક્ષપણે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં માલિકી, સંચાલન અને રોકાણના ઉદ્દેશથી કરવામાં આવી હતી અને તે InvIT નિયમનો હેઠળ રજિસ્ટર્ડ છે.
તેના પ્રોજેક્ટ એસપીવી દ્વારા રોડસ્ટાર ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ તેના પોર્ટફોલિયો હેઠળ 6 રોડ એસેટ્સ ધરાવે છે જે 685.16 કિમી જેટલી છે અને ભારતના છ રાજ્યોમાં આવેલી છે. આ એસેટ્સમાં મોરાદાબાદ બરૈલી એક્સપ્રેસવે લિમિટેડ (એમબીઇએલ), સિકર બિકાનેર હાઇવે લિમિટેડ (એસબીએચએલ), પૂણે શોલાપુર રોડ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (પીએસઆરડીસીએલ), બારવા અડ્ડા એક્સપ્રેસવે લિમિટેડ (બીએઇએલ), થિરુવનંતપુરમ રોડ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (ટીઆરડીસીએલ) અને હઝારીબાગ રાંચી એક્સપ્રેસવે લિમિટેડ (એચઆરઇએલ)નો સમાવેશ થાય છે.
આ મહત્વપૂર્ણ InvIT લિસ્ટિંગ સાથે આઇએલએન્ડએફએસે તેના ડેટ રિસોલ્યુશનની યાત્રામાં એક મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે, જેમાં તાજેતરમાં તેના લેણદારોને રૂ. 5,000 કરોડનું વચગાળાનું ડિસ્ટ્રીબ્યુશન પૂર્ણ થયું છે. રૂ. 3,500 કરોડના InvIT યુનિટ્સ અને રૂ. 1,500 કરોડ રોકડ સહિતનું આ ડિસ્ટ્રીબ્યુશન ગ્રુપના તેના રિસોલ્યુશન પ્રયાસોમાં સતત પ્રગતિને દર્શાવે છે.
આઇલએન્ડએફએસ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી નંદ કિશોરે ટિપ્પણી કરી હતી કે, “આઇએલએન્ડએફએસ InvITનું સફળ લિસ્ટિંગ એક નવીનતમ રિઝોલ્યુશન વિકલ્પ રજૂ કરે છે જેને નવા બોર્ડ દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો અને પૂર્ણ કરવામાં આવ્યો હતો, જેનાથી કાર્યક્ષમ રિઝોલ્યુશન સુનિશ્ચિત થાય છે અને સાથે સાથે અમારી રોડ એસેટ્સ માટે મહત્તમ વળતર મળે છે.
મોનેટાઇઝેશન, ઇન્ટરિમ ડિસ્ટ્રીબ્યુશન અને હવે એનએસઇ પર રોડસ્ટાર InvITનું સફળ લિસ્ટિંગ, આઇએલએન્ડએફએસ રિઝોલ્યુશન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ક્ષણો છે. અમને ખાસ કરીને આનંદ એ બાબતનો છે કે આ પહેલ InvIT પોર્ટફોલિયો હેઠળ આ વર્તમાન અને ભાવિ રોડ એસેટ્સની વૃદ્ધિની સંભાવનાને નોંધપાત્ર રીતે ખોલશે.”
આઇએલએન્ડએફએસે તાજેતરમાં રૂ. 5,000 કરોડનું તેનું સૌથી મોટું ઇન્ટરિમ ડિસ્ટ્રીબ્યુશન પેઆઉટ પૂર્ણ કર્યું છે, જેના પગલે આઇએલએન્ડએફએસ ગ્રુપ દ્વારા ચૂકવાયેલા કુલ દેવાનો આંકડો રૂ. 43,000 કરોડ થવાનો અંદાજ છે, જે તેના રૂ. 61,000 કરોડના કુલ ડેટ રિસોલ્યુશન ટાર્ગેટના 70 ટકા છે, જે ભારતના સૌથી મોટા નાણાંકીય સંકટને અસરકારક રીતે ઉકેલવા તરફની સફરમાં તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
રોડસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ લિમિટેડ (આરએમઆઇએલ)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી ડેની સેમ્યુઅલે જણાવ્યું હતું કે, “એનએસઇ પર આઇએલએન્ડએફએસ InvIT નું સફળ લિસ્ટિંગ આઇએલએન્ડએફએસના મોટાભાગના દેવાના નિરાકરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. લિસ્ટિંગ પછી ટ્રસ્ટ વૈકલ્પિક રોકાણ ક્ષેત્રમાં રસ ધરાવતા જોખમ ટાળતા રોકાણકારો માટે એક નવું પ્લેટફોર્મ પ્રદાન કરશે.”
આવક ઊભી કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સને મેનેજ કરવામાં અને હસ્તગત કરવામાં મેનેજમેન્ટ ટીમની કુશળતા, ક્ષમતા અને વ્યવસાયીકરણ તેમજ આ ક્ષેત્રમાં નવી મૂડી માટે વધતી તકો ટ્રસ્ટના વર્તમાન પોર્ટફોલિયો અને મૂલ્યાંકનમાં નોંધપાત્ર વધારો કરશે. અમે અમારા યુનિટ ધારકો અને અન્ય હિસ્સેદારોને લાભ આપવા માટે ટકાઉ અને મૂલ્ય-વૃદ્ધિશીલ રીતે ટ્રસ્ટની એસેટ્સને શ્રેષ્ઠ રીતે મેનેજ કરવા માટે સમર્પિત છીએ.
ઇન્ડિવિડ્યુઅલ રોડ એસેટ મોનેટાઇઝેશન પ્રયાસોને નબળા પ્રતિભાવો મળવાના પગલે અને InvIT વિકલ્પે લેણદારો માટે વધુ સારા વેલ્યુએશન્સ રજૂ કર્યા પછી આઇએલએન્ડએફએસ બોર્ડે 2019માં InvIT માર્ગ પસંદ કર્યો હતો.
પરિણામે જરૂરી મંજૂરીઓ પછી રોડસ્ટાર ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી, જેમાં રોડસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ લિમિટેડને તેના રોકાણ મેનેજર તરીકે અને એલસામેક્સ મેન્ટેનન્સ સર્વિસીસ લિમિટેડને પ્રોજેક્ટ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને 6 રોડ એસેટ્સ યોગ્ય સમયે InvIT ને ટ્રાન્સફર કરવામાં આવી. રોડસ્ટાર InvIT પાસે રોડ એસેટનો વ્યાપક અને વૈવિધ્યસભર પોર્ટફોલિયો છે જેમાં મેચ્યોર, આવક ઊભી કરતા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
ટ્રસ્ટ નોંધપાત્ર પ્રત્યક્ષ અનુભવ ધરાવતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અગ્રણી પ્રોજેક્ટ્સના મેનેજ કરવાનો સતત રેકોર્ડ ધરાવતી ઇન-હાઉસ ઓપરેશન અને મેન્ટેનન્સ ટીમોને રોજગારી આપે છે. દર વર્ષે, ટ્રસ્ટ યુનિટ ધારકોને ડિસ્ટ્રીબ્યુશન માટે ઉપલબ્ધ ચોખ્ખા વિતરણયોગ્ય રોકડ પ્રવાહના ઓછામાં ઓછા 90.00 ટકાનું વિતરણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
ઇન્વેસ્ટમેન્ટ મેનેજર માને છે કે ઓર્ગેનિક વૃદ્ધિને વેગ આપવા માટે એક્ટિવ એસેટ મેનેજમેન્ટ, પોર્ટફોલિયોનું કેલિબ્રેટેડ એક્સપાન્શન અને યોગ્ય કેપિટલ મેનેજમેન્ટ પોલિસીનો અમલ InvIT ના વિકાસને અનલોક કરવા માટે મુખ્ય વ્યૂહરચના રહેશે.