ગોધરાના વધુ એક તળાવ અને ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા મામલતદાર કચેરીમાં આવેલ એ.ટી.વી.ટી સેન્ટર નો વહીવટ અરજદારો માટે શું વ્યવસ્થિત બને એવા ગોઠવવાના બદલે સેંકડો અરજદારો કલાકો સુધી ભૂખ્યા તરસ્યા લાઈનમાં ઉભા રહેવા મજબૂર બને અને હેરાન પરેશાન થઈ જાય એવા ગોઠવાયેલા આ વહીવટ પગલે અરજદારોમાં ભારે આક્રોશની નારાજગી જાેવા મળી રહી છે.!! Illegal excavations in one more lake of Godhra and Gauchar land
એટલા માટે કે અરજદારોને ફોટો પડાવવા પ્રિન્ટ લેવા અને સોગંદનામું કરવા માટે ત્રણ વખત કલાકો સુધી વારાફરતી લાઇનોમાં ઊભુ રહેવું પડતું હોવાની આ પરેશાની વેદનાઓ સામે સરકારી કચેરીઓના સાયબો કોઈ લાગણીઓ બતાવવાના નથી પરંતુ દરેક ચૂંટણીઓમાં પોતાની પ્રસિદ્ધિ ઓ ની વાહવાહ સાથે પ્રજાજનો સમક્ષ મતો માંગનારા મુખ્યત્વે સત્તાધારી ભા.જ.પ ના નેતાઓ જાે દસ મિનિટ સુધી ગોધરા મામલતદાર કચેરીના એ.ટી.વી.ટી સેન્ટર ની મુલાકાત લઈને અરજદારોની હૈયાધારણા ઓ સાંભળવાની દરકાર કરે તો પણ તેઓની નેતાગીરી સાર્થક ગણાશે.!!
ગોધરા મામલતદાર કચેરી ખાતે કાર્યરત એ.ટી.વી.ટી સેન્ટર મા વિદ્યાર્થીઓના જાતિના દાખલા, આવક ના દાખલા ,ડોમીસાઈલ સર્ટીફીકેટ, નોન ક્રિમિનલ ના દાખલા વિ. લેવા માટે દરરોજ સેંકડોની સંખ્યામાં અરજદારોને ખુલ્લા તડકામાં પાણી વગર તરસ્યા રહીને ભૂખ્યા પેટે કલાકો સુધી કતારોમાં શિસ્તબદ્ધ ઉભા રહેવું પડે
એવી મજબૂરી ઓની પરિસ્થિતિઓ છે. કનેક્ટિવિટી વારંવાર ખોરવાઈ જાય, કર્મચારીઓ આધા-પાછા થઈ જાય એવી પરિસ્થિતિઓ માં ચાલતા એ.ટી.વી.ટી સેન્ટરના આવરણો માં ઊભા રહેવાનું ત્યારબાદ સ્વાગતનામા માટે પુનઃ ત્રીજી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા બાદ અરજદારે જાણે સોગંદનામું ખોટું કર્યું હોય એમ સત્તાધીશોની આકરી પૂછપરછ કરવાનો પણ અરજદારને સામનો કરવો પડતો હોય છે.!!