દરિયામાં ગેરકાયદે ફીશિંગ પ્રવૃત્તિ બંધ કરાવવા માછીમારોની ઉગ્ર માંગ
ખારવા સંયુકત માછીમાર બોટ એસો. સાગરપુત્ર ફાઉન્ડેશનએ વડાપ્રધાનને કરી રજૂઆત
વેરાવળ, અરબી સમુદ્રમાં અમુક ચોકકસ માછીમારો દ્વારા છેલ્લા ત્રણેક વર્ષથી સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાત-સૌરાષ્ટ્રમાં દરીયાઈ વિસ્તારોરમાં પ્રતીબંધીત એલઈડી લાઈટ ફીશીંગ તથા લાઈન ફીશીગનું પ્રમાણ દીનપ્રતીદીન સતત વધતું જાય છે. જે કાયમી માટે બંધ કરાવવા વેરાવળ ખારવા સંયુકત માચ્છીમાર બોટ એસો.
સાગરપુત્ર ફાઉન્ડેશનનાં દ્વારા વડાપ્રધાન સહીત સંબંધીઓને લેખીત રજુઆત કરીર રોક લગાવી ગેરકાયદેસર આવી ફીશીગ પ્રવૃત્તિને બંધ કરાવવાની માગ કરી છે.
આ અંગે વેરાવળ ખારવા સંયુકત માછીમાર બોટ એસો. સાગરપુત્ર ફાઉન્ડેશનના પ્રમુખ તુલસીભાઈ ગોહેલે જણાવેલ કે,
ગુજરાત-સૌરાષ્ટ્રનાં દરીયા વિસ્તારોમાં પ્રતીબંધીત એલઈડી લાઈટ ફીશીગ તથા લાઈન ફીશીંગનું પ્રમાણ દીન-પ્રતીદીન સતત વધતું જાય છે. જેનાં કારણે દેશનાં પરંપરાગત માચ્છીમારો પારાવાર આ મુશ્કેલી સહન કરી રહયા છે. તેમજ દીન-પ્રતીદીન વધુને વધુ આર્થિક રીતે નબળા પડી રહયા છે.
આ બાબતે રજુઆતો કરવા છતાં કોઈ પગલા લેવાતા નથી, જેથી ઉપરોકત સઘળી બાબતો ધ્યાને લઈ આ બાબતે એસો.દ્વારા વડાપ્રધાન નરેન્દ્રરભાઈ મોદી, કેન્દ્રીય ફીશરીઝ મીનીસ્ટર લલનસિંહજી ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજયના ફીશરીઝ મીનીસ્ટર રાઘવજી પટેલ સહીત તમામ લાગતા વળગતાઓને તાત્કાલીક અસરથી આવી ગેરકાયદેસર પદ્ધતિથી ફીશીગ કરતા તત્વો ઉપર રોક લગાવીને આ પ્રવૃત્તિને બંધ કરાવવા અંગે યોગ્ય ઘટતું કરવામાં આવે તેવી સમગ્ર દેશના માચ્છીમારો દ્વારા માગણી કરાઈ છે.