Western Times News

Gujarati News

મેક્સિકોની બોર્ડર ક્રોસ કરી અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી હવે મુશ્કેલ બનશે

વોશિંગ્ટન, અમેરિકામાં ગેરકાયદેસર રીતે લોકોની ઘૂસણખોરી હોય કે ડ્રગ્સની તસ્કરી, મેક્સિકોની બોર્ડર તેના માટે કુખ્યાત છે. મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં મોટા પ્રમાણમાં લોકો ઘૂસણખોરી કરે છે. મોટાભાગે આ લોકો મેક્સિકો બોર્ડર પર બનાવાયેલી ‘ટ્રમ્પ વોલ’ કૂદીને અમેરિકામાં ઘૂસતા હોય છે. Illegal immigration into America by crossing the border of Mexico

જે ચક્કરમાં ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. આ ઉપરાંત એજન્ટો ટ્રકોમાં છૂપાવીને લોકોને મેક્સિકો બોર્ડર ક્રોસ કરાવી અમેરિકામાં ઘૂસાડે છે. મેક્સિકોમાંથી અમેરિકામાં ડ્રગ્સની હેરાફેરી પણ મોટાપાયે થાય છે.

અમેરિકાએ મેક્સિકો બોર્ડરે કેટલીક જગ્યાએ ટ્રકો અને પેસેન્જર વ્હીકલને સ્કેન કરવા માટે એક્સ-રે મશીનો લગાવ્યા છે, પરંતુ તે પૂરતા નથી. હાલમાં સ્થિતિ એવી છે કે, મેક્સિકોથી રોજની લગભગ ૧ હજારથી વધુ ટ્રકો અમેરિકામાં આવે છે. એ બધી ટ્રકોને સ્કેન કરી શકાતી નથી.

પરંતુ, હવે અમેરિકાએ તેની દક્ષિણ બોર્ડર પર આવી ટ્રકો અને પેસેન્જર વ્હીકલ્સના ચેકિંગ માટે વર્ષ ૨૦૨૬ સુધીમાં ૧૨૩ જેટલા લાર્જ-સ્કેલ સ્કેનર્સ લગાવવાની યોજના તૈયાર કરી દીધી છે. હાલમાં મેક્સિકોથી અમેરિકામાં આવતી ટ્રકો અને પેસેન્જર વ્હીકલ્સમાંથી બધાનું સ્કેનિંગ થતું નથી.

માત્ર એ જ વાહનોનું સ્કેનિંગ થાય છે, જેમાં શંકાસ્પદ વસ્તુ હોવાની શંકા જાય તો બોર્ડર પર તૈનાત સિક્યોરિટી સાઈડમાં ઊભા રખાવે છે. વર્ષ ૨૦૨૬ સુધીમાં આ ૧૨૩ લાર્જ-સ્કેલ સ્કેનર લાગી જશે પછી મેક્સિકોથી અમેરિકામાં પ્રવેશતા ૭૦ ટકા કાર્ગો વ્હીકલ્સ અને ૪૦ ટકા પેસેન્જર વ્હીકલ્સને સ્કેન કરી શકાશે, તેવું અમેરિકાનું માનવું છે.

હાલમાં અમેરિકાની બોર્ડર પર માત્ર ૧૭ ટકા કાર્ગો વ્હીકલ્સ અને ૨ ટકા પેસેન્જર વ્હીકલ્સ સ્કેન કરવામાં આવે છે. અમેરિકાનું કહેવું છે કે, દેશમાં ડ્રગ્સના કારણે વર્ષે ૧ લાખથી વધુ લોકોના મોત થાય છે. વર્ષ ૨૦૨૧માં અમેરિકામાં જેના કારણે અમેરિકાએ મેક્સિકોથી ઘૂસાડવામાં આવતા ડ્રગ્સને રોકવા માટે બોર્ડર પર સ્કેનર વધારવાનો ર્નિણય લીધો છે.

જાેકે, મેક્સિકોમાં ડ્રગ્સ બનાવવાની લેબ ચલાવતા એક ઓપરેટરે જણાવ્યું કે, આ નવી ટેકનોલોજીથી તેમને કોઈ ફરક પડવાનો નથી. તેણે કહ્યું કે, ‘એ લોકો બધી કારોને રોકી શકવાના નથી. બીજા પણ ઘણા રસ્તાઓ છે.’ મેક્સિકો અને ટેક્સાસને જાેડતા બ્રાઉન્સવિલે બ્રિજ પર ફરજ બચાવી ચૂકેલા એક સિક્યુરિટી ઓફિસરનું પણ કહેવું હતું કે, સ્મગલરો દર વખતે નવા રસ્તા શોધતા રહે છે.

તેમણે કહ્યું કે, તેમને ખાતરી છે કે, આ કોઈ રામબાણ ઈલાજ નથી. ભલે, અમેરિકા એમ કહેતું હોય કે, મેક્સિકો બોર્ડરથી ઘૂસાડવામાં આવતા ડ્રગ્સને રોકવા માટે આ મોટા સ્કેનરો લગાવવામાં આવી રહ્યા છે.

પરંતુ આ સ્કેનરો લાગ્યા પછી મેક્સિકોથી ટ્રકોમાં સંતાડીને લોકોને અમેરિકામાં ઘૂસાડવાનું પણ અઘરું બની જશે અને એ રીતે માનવ તસ્કરી પર પણ રોક લગાવી શકાશે. મેક્સિકોમાં જૂન, ૨૦૨૨માં એક ટ્રક કન્ટેનરમાંથી ભારત સહિત ૧૬ દેશોના ૩૦૦ વધુ લોકો મળી આવ્યા હતા. આ લોકોને ટ્રક કન્ટેનરમાં છૂપાવીને અમેરિકામાં ઘૂસાડવામાં આવી રહ્યા હતા.

આ ઉપરાંત એ જ મહિનામાં ટેક્સાસના સાન એન્ટોનિયો શહેરમાં રસ્તાના કિનારે ઊભેલી ૧૮ પૈડાંની એક ટ્રકમાંથી ૫૦ લોકોના મૃતદેહ મળ્યા હતા. આ ટ્રકમાં ૧૦૦ લોકોને ઠાંસી-ઠાંસીને ભરાયા હતા. ટ્રકના કન્ટેનરનું તાપમાન વધી જતા તેમાંથી ૫૦ લોકોના મોત થઈ ગયા હતા.

મૃતકોમાં ૪ બાળકો પણ હતા. જુલાઈ, ૨૦૨૨માં પણ મેક્સિકોના વેરાક્રૂઝમાં એક ટ્રક મળી આવી હતી. ટ્રકના કન્ટેનરમાં ૯૪ લોકો ભરેલા હતા. આ ટ્રકને ડ્રાઈવર રસ્તા પર જ છોડીને ભાગી ગયો હતો. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસાડવાનું કામ કરતા એજન્ટો મેક્સિકોના રસ્તે લોકોને અમેરિકા ઘુસાડતા હોય છે.

આ લોકો રાતના અંધારામાં અમેરિકા-મેક્સિકો બોર્ડર પર બનાવાયેલી ‘ટ્‌ર્મ્પ વોલ’ કુદાવીને લોકોને અમેરિકામાં ઘૂસાડે છે. જાેકે, આ ૩૦ ફૂટ ઊંચી દીવાલ કૂદવા જતા ઘણા લોકોના મોત થઈ ચૂક્યા છે. એક આંકડા મુજબ, મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ઘૂસવા જતા ગરમીના કારણે, ખતરનાક પાણીના કારણે અને દીવાલ કુદવા જતા ૭૫૦ જેટલા લોકો મોતને ભેંટ્યા હતા.

ગાંધીનગર જિલ્લાના કલોલનો બ્રિજેશ યાદવ વર્ષ ૨૦૨૨માં ડિસેમ્બર મહિનામાં તેની પત્ની અને ૩ વર્ષની બાળકી સાથે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી રહ્યો હતો, ત્યારે ‘ટ્રમ્પ વોલ’ કુદવા જતા તેનું મોત થયું હતું. જ્યારે પત્ની અને બાળકી ઈજાગ્રસ્ત થયા હતા. બ્રિજેશની સાથે બીજા ૪૦ લોકો હોવાની વિગતો પણ સામે આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.