ગેરકાયદે પાર્કિંગ સામે સત્તાધીશો કેમ પગલાં ભરતા નથીઃ હાઈકોર્ટ
રસ્તાઓ ઉપર કોમ્પલેક્ષ બહાર પડી રહેલા વાહનો કાયમી દબાણો જઃ કોર્ટ
અમદાવાદ, અમદાવાદ શહેરમાં ટ્રાફિક, પાર્કિગ સહિતની જટિલ સમસ્યાઓના નિવારણના ભાગરૂપે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર, ટ્રાફિક પોલીસ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પોલીસ ઓથોરિટી સહિતના સત્તાવાળાઓને અસરકારક અને પરિણામલક્ષી પગલાં લેવા કડક શબ્દોમાં નિર્દેશો કર્યા હોવા છતાં પોલીસ,
અ.મ્યુ.કો. સહિતના સત્તાવાળાઓની નિષ્ક્રિયતા અને ઈચ્છાશક્તિના અભાવના કારણે હાઈકોર્ટના આટલા મહત્ત્વના નિર્દેશો છતાં શહેરભરમાં પરિસ્થિતિ જૈસે-થે જોવા મળી રહી છે.
તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠ તેમજ અન્ય બેંચમાં જસ્ટિસ એ.વાય. ગોગજે અને જસ્ટિસ સમીર જે.દવેની ખંડપીઠ દ્વારા ગુજરાત હાઈકોર્ટની બે ખંડપીઠો દ્વારા અમદાવાદ શહેરમાં ટ્રાફિકના પ્રશ્નો અને પા‹કગની સમસ્યા બાબતે અત્યંત આકરો મત અપનાવ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં પૂર્વ કે પશ્ચિમ વિસ્તારોમાં ટ્રાફિક, ગેરકાયદે પાર્કિગ સહિતની સમસ્યાઓ ઠેરની ઠેર જ દેખાઈ રહી છે.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ જેવા કે, બોપલ જંકશનથી મણિપુર રોડ, પ્રહલાદનગર રોડ, સાયન્સ સિટી રોડ સહિતના વિસ્તારોમાં આજની તારીખમાં પણ શોપિંગ સેન્ટર, મોલ કે સોસાયટીમાં બહાર ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહનો આડેધડ અને છેક રસ્તા પર ગેરકાયદે રીતે પાર્કિગ થયેલા જોવા મળે છે તેના કારણે મુખ્ય રસ્તો સાંકડો થઈ જાય છે અને પીકઅપ અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક ચક્કાજામના દૃશ્યો સર્જાય છે.
રાજ્યમાં રખડતા ઢોરો, રસ્તાઓ, ફૂટપાથ ઉપર દબાણ, ગેરકાયદેસર પા‹કગ, બિસ્માર રસ્તાઓ સહિતના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે.દવેની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, રસ્તાઓ ઉપર કોમ્પલેક્ષની બહાર પડી રહેલા વાહનો એક જાતના કાયમી દબાણો જ વે.
આવા ગેરકાયદે પાર્કિગ સામે સત્તાવાળાઓ કેમ પગલાં ભરતા નથી. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે ખાતરી આપી હતી પરંતુ તેમ છતાં પરિસ્થિતિ બદલાઈ હોય તેવું જણાતું નથી. અમદાવાદના એસપી રીંગ રોડ બાદ બોપલ જંકશનથી મણિપુર, ગોધાવી જવા માટે મુખ્ય રોડ ઉપર કાયમી ભારે ટ્રાફિક જામ જોવા મળે છે.