Western Times News

Gujarati News

Amreli Sand racket: સૌથી મોટું રેતીચોરીનું રેકેટ ઝડપાઈ ગયું

પ્રતિકાત્મક

(એજન્સી)અમરેલી, ખનીજ માફિયાઓના આતંકથી લોકો તો પરેશાન છે પણ હવે તો ભાજપના નેતાઓ પણ પરેશાન થયાં છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ધોળા દિવસે બેખોફ ખનન થવાના વખતો વખત કિસ્સાઓ સામે આવ્યા છે. અમરેલી જિલ્લામાં રાજુલાના ભાક્ષી ગામે પાસે ચાલી રહેલા ખનન મામલે ગઈકાલે મામલતદારે કાર્યવાહી કરી છે.

મામલતદારે ખનનમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સાધન સામગ્રી પણ કબજે કરી ખાણ અને ખનીજ વિભાગના હવાલે તપાસ સોંપી છે. આ સમગ્ર ઘટના બાદ અમરેલી જિલ્લાના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી નેતા ડોક્ટર ભરત કાનાબારે એક ટિ્‌વટ કર્યું છે.

અમરેલી જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી નેતા ડોક્ટર ભરત કાનાબારે ટ્‌વીટ કરી છે કે, અમરેલી-જિલ્લામાં રેતી ચોરીનું સૌથી મોટું કૌભાંડ ! રાજુલાના ભાક્ષી ગામ નજીક નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ચોરવા માટે પાણીમાં મુકાયેલ ૪ મોટી બોટ ૧ હિટાચી મશીન જપ્ત. તેમણે તે સિવાય પણ લખ્યું છે કે,

સરકારી કામોમાં ભાગ રાખવાની ટેવ ધરાવતા લોકપ્રતિનિધિ દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાના ધમપછાડા !!. અત્રે ઉલ્લખનીય છે કે, આ ટિ્‌વટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા છે. જેને લઈ રાજનીતિમાં માહોલ ગરમાયો છે.

તમને જણાવી દઈએ કે, આ ખનન ચોરીને લઈ મામલતદારે ગઈકાલે જે સપાટો બોલાવ્યો હતો, જેમણે ત્યાં અચાનક દરોડા પાડતા ઘટનાસ્થળથી રેતી નીકાળવાની સાધન સામગ્ર સાથે ચાર બોટ અને એક હિટાચી કંપનીનું મશીન જપ્ત કર્યો હતો તેમજ મોટા પ્રમાણમાં ખનન કેરેલી રેતી પણ મળી આવી હતી.

આ સમગ્ર ઘટનાને લઈ પ્રાંત અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, અમને રેતી ખનન બાબતે માહિતી મળી હતી ત્યારબાદ મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવતા ત્યાંથી રેતી ખનન કરવાની વિવિધ સાધન સામગ્રી મળી આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ સ્થળ પરથી કેટલું ખનન થયું છે તે અંગે ખાણ અને ખનિજ વિભાગને વધુ તપાસ સોંપી છે.ડોક્ટર કાનાબારે કોઈનું નામ લીધા વિના ગંભીર આક્ષેપો પણ ટિ્‌વટ મારફતે કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.