Western Times News

Gujarati News

IMA અને રામદેવ વચ્ચેનો વિવાદ વકર્યો, હવે ખુલ્લી ચર્ચાનો પડકાર ફેંક્યો

નવીદિલ્હી, દેશ આખો કોરોના મહામારીથી પરેશાન છે. ત્યારે બાબા રામદેવ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનો વિવાદ વકરતો જઈ રહ્યો છે. હાલમાં જ એલોપૈથીની ટિકા કરવા પર IMA ઉત્તરાખંડે બાબા રામદેવને એક હજાર કરોડની નોટિસ મોકલી હતી, જે બાદ પણ તેઓ પાછળ ન હટ્યા અને ડૉક્ટર્સ પર પ્રહારો ચાલુ રાખ્યા.

એવામાં હવેે આઇએમએએ તેમને નવો પડકાર આપી દીધો છે, જાે કે રામદેવ કે પતંજલિ તરફથી આ વિશે હજુ કંઈ જવાબ આવ્યો નતી. આઇએમએ મુજબ બાબા રામદેવ એલોપૈથી પર ખોટી નિવેદનબાજી કરી રહ્યા છે. તેવામાં તેમને ખુલ્લી ચર્ચાનો પડકાર ફેંક્યો છે.

હાલમાં જ બાબા રામદેવે દાવો કર્યો હતો કે કેટલીક એલોપૈથીના હોસ્પિટલો પણ પતંજલિની દવાઓ લખે છે જેના પર આઇએમએએ કહ્યું કે તેઓ આવા હોસ્પિટલની યાદી આપે આઇએમએ મુજબ રામદેવ તરફથી કહેવામાં આવેલી દરેક વાત ખોટી છે, એવામાં તેઓ તેમને પબ્લિકમાં પૈનલ ડિસ્કશન કરવાનો ચેલેન્જ આપે છે.

માનહાનિ નોટિસમાં ઈન્ડિયન મેડિકલ એસિોસિએશન (ઉત્તરાંચલ બ્રાંચ)એ લખ્યું કે જાે રામદેવ આગલા ૧૫ દિવસમાં લેખિત માફી ના માંગે તો તેની પાસેથી ૧૦૦૦ માંગ કરવામાં આવશે. આ ઉપરાંત ઉત્તરાખંડના સીએમ તીરથ સિંહ રાવતને પણ એક પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં આઈએમએએ રામદેવના એલોપૈથી ચિકિત્સા પ્રોફેશન અને ચિકિત્સા કર્મીઓ વિરુદ્ધ આપેલા નિવેદનને લઈ વાંધો જતાવ્યો હતો. સાથે જ સરકાર સમક્ષ તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.