Western Times News

Gujarati News

ઈમામી કંપનીને રૂ. ૭૯ ની ક્રીમ ૧૫ લાખમાં પડી: ગોરી ત્વચા ન થતાં ગ્રાહકે કેસ કર્યો હતો

ગોરી ત્વચા ન બનતા ગ્રાહકે ઈમામી લિમિટેડ સામે કોર્ટમાં કેસ કર્યો -ગોરી ત્વચાનું આશ્વસિત પરિણામ આપવામાં નિષ્ફળ રહી તેથી દિલ્હી ગ્રાહક ફોરમે ફેરનેસ ક્રીમને લઈને ઈમામી કંપની પર ૧૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે

નવીદિલ્હી, ઈન્ડિયન મલ્ટિનેશનલ કંપની ઇમામી લિમિટેડ પર અયોગ્ય વેપાર વ્યવહાર કરવાના આરોપમાં ૧૫ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ નિર્ણય દિલ્હી જિલ્લા ગ્રાહક ફોરમે આપ્યો છે. સેન્ટ્રલ દિલ્હી ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્‌સ રિડ્રેસલ કમિશન કંપની વિરુદ્ધ તેની પ્રોડક્ટ ‘ફેર એન્ડ હેન્ડસમ’ ક્રીમ માટે અયોગ્ય વેપાર વ્યવહારની ફરિયાદ પર સુનાવણી કરી રહ્યું હતું.

એક વ્યક્તિએ ઇમામી લિમિટેડ પર આરોપ લગાવ્યો હતો કે કંપનીની ફેરનેસ ક્રીમની જાહેરાત ભ્રામક અને ગેરમાર્ગે દોરનાર છે. ફરિયાદ કરનાર વ્યક્તિએ જણાવ્યું કે તેણે ૨૦૧૩માં ૭૯ રૂપિયામાં ક્રીમ ખરીદ્યું હતું, પરંતુ પ્રોડક્ટ તેને ગોરી ત્વચાનું આશ્વસિત પરિણામ આપવામાં નિષ્ફળ રહી. ફોરમના ચીફ ઈન્દર જીત સિંહ અને સભ્ય રÂશ્મ બંસલે ૯ ડિસેમ્બરે આ આદેશ આપ્યો. આ કેસની સુનાવણી લાંબા સમય સુધી ચાલી અને ૨૦૧૫માં ડિસ્ટ્રિક્ટ ફોરમે ફરિયાદીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો,

પરંતુ બાદમાં દિલ્હી સ્ટેટ કન્ઝ્યુમર કમિશને આ કેસને ફોરમને પરત કરી દીધો અને પછી પુરાવાનું સંપૂર્ણ મૂલ્યાંકન કરીને નવેસરથી કાર્યવાહી શરૂ કરવા કહ્યું હતું.
“ઉત્પાદનના પેકેજિંગ અને લેબલ પર આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર પ્રોદાક્તનો નિયમિત ઉપયોગ કરવામાં આવ્યો હતો. જલ્દી ચમકતી ગોરી ત્વચા માટે દિવસમાં બે વાર ચહેરા અને ગરદન પર ક્રીમનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ ત્વચા ગોરી ન થઈ.”

ફોરમે કહ્યું કે રેકોર્ડમાં એવું કંઈ નથી કે જેના પરથી એવો નિષ્કર્ષ કાઢી શકાય કે પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી ફરિયાદીની ત્વચા ગોરી થઈ ગઈ હતી કે નહીં. આ દરમિયાન, કંપની દ્વારા લખવામાં આવેલી વાતો પર ધ્યાન આપવામાં આવ્યું જે વ્યક્તિગત કેર પ્રોડક્ટથી ઇÂચ્છત પરિણામો પ્રાપ્ત કરવા માટે, પ્રોડક્ટનો યોગ્ય ઉપયોગ અને પૌષ્ટિક આહાર, વ્યાયામ, તંદુરસ્ત ટેવો અને સ્વચ્છ રહેવાની સ્થિતિ જેવા ઘણા પરિબળોની જરૂર હોય છે.

ફોરમે કહ્યું, “પ્રોડક્ટના પેકેજિંગ અને લેબલિંગ પર આવી કડક શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. લેખિત સબમિશનમાં અન્ય સુધારો એ છે કે પ્રોડક્ટ ૧૬-૩૫ વર્ષની ઉંમરની વચ્ચેના સામાન્ય યુવાન પુરુષો (બીમાર લોકો માટે નહીં) માટે છે. પેકેજિંગ પર એ વાત વિશે પણ વિસ્તારમાં નથી લખવામાં આવ્યું કે કંપની અનુસાર બીમાર વ્યક્તિનો અર્થ શું છે? “કંપની જાણતી હતી કે સૂચનાઓ અધૂરી છે અને અન્ય પરિબળોનું પાલન ન કરવાથી પરિણામ આવશે નહીં.”

ફોરમે કહ્યું કે આનાથી ગેરમાર્ગે દોરનારી જાહેરાતો અને અયોગ્ય વેપાર વ્યવહાર સાબિત થાય છે કે પ્રોડક્ટ અને વેચાણને પ્રોત્સાહન આપવા માટે આવી રણનીતિ અપનાવવામાં આવી હતી. ઇમામી લિમિટેડે જાહેરાતો અને પેકેજિંગ દ્વારા ગેરમાર્ગે દોરનારી અને ભ્રામક પ્રથાઓ અપનાવીને અનુચિત વેપાર વ્યવહાર અપનાવ્યો છે.

તેમાં કહેવામાં આવ્યું છે, “ફરિયાદને આંશિક રીતે સ્વીકારવામાં આવે છે, સાથે જ નિર્દેશ આપવામાં આવે છે કે કંપનીએ તેના પ્રોડક્ટ સંદર્ભમાં અનુચિત વેપાર વ્યવહાર બંધ કરે, પોતાના બ્રાન્ડ એમ્બેસેડર અથવા તે પેકેજો, લેબલો, જાહેરાતો પાછી લે અને ઓડિયો અથવા વિઝ્યુઅલ અથવા બંને માધ્યમથી ફરીથી જાણકારી પ્રેઝેન્ટ કરે અને ૧૪.૫૦ લાખનું દંડ જમા કરો.” ફોરમે કહ્યું કે દંડની રકમ દિલ્હી રાજ્ય ગ્રાહક કલ્યાણ ફંડમાં જમા થવી જોઈએ અને સાથે જ ફરિયાદીને ભરપાઈ તરીકે રૂ. ૫૦,૦૦૦ અને મુકદ્દમા ખર્ચ તરીકે રૂ. ૧૦,૦૦૦ પણ આપવા જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.