Western Times News

Gujarati News

IMF બાદ હવે વર્લ્ડ બેંકે ભારતનો વિકાસનો દર છ ટકા કર્યો

આગામી નાણાંકીય વર્ષથી ભારત દેશની અર્થવ્યવસ્થા ગતિમાં
નવી દિલ્હી,  આઈએમએફ બાદ વિશ્વ બેંકે World Bank પણ ચાલુ નાણાંકીય વર્ષ માટે ભારતના ગ્રોથ રેટમાં ઘટાડો કરી દીધો છે. વિશ્વ બેંકે નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ગ્રોથ રેટનો અંદાજ ઘટાડીને છ ટકા કરી દીધો છે. છેલ્લા નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ભારતનો વિકાસદર ૬.૯ ટકા રહ્યો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આગામી નાણાંકીય વર્ષથી ભારતની અર્થવ્યવસ્થા રફ્તાર પકડશે અને ૨૦૨૧માં આ દર ૬.૯ ટકા સુધી પહોંચી જશે. અંદાજ તો એવો પણ મુકવામાં આવ્યો છે કે, ૨૦૨૨માં વિકાસની ગતિ ૭.૨ ટકા સુધી પહોંચી જશે. આ સપ્તાહમાં આઈએમએફે ચાલુ નાણાંકીય વર્ષ માટે ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસદરનો અંદાજ ઘટાડી દીધો હતો. આઈએનએફ દ્વારા હવે વિકાસદરનો અંદાજ ૦.૩૦ ટકા ઘટાડીને ૩૦ ટકા કરી દીધો છે તેમાં પહેલા રિઝર્વ બેંક ઓફ ઇÂન્ડયાએ ભારતના ગ્રોથ રેટનો અંદાજ ૬.૮ ટકાથી ઘટાડીને ૬.૧ ટકા કર્યો હતો. જાણકાર લોકોના કહેવા મુજબ સ્થાનિક માંગોમાં આવેલી કમીના કારણે આ Âસ્થતિ સર્જાઈ છે.

આઈએનએફ અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠક ટૂંક સમયમાં જ યોજાનાર છે. આ રિપોર્ટને આ પહેલા જ પ્રકાશિત કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના વિકાસદરમાં સતત બીજા વર્ષે ઘટાડો થયો છે. ૨૦૧૭-૧૮માં વિકાસદર ૭.૨ ટકા રહ્યો હતો જ્યારે ૨૦૧૮-૧૯માં તે ઘટીને ૬.૯ ટકા થઇ ગયો હતો. આ નાણાંકીય વર્ષમાં તે ઘટીને ૬ ટકા થઇ ગયો હતો. વર્લ્ડ બેંકના રિપોર્ટ મુજબ કૃષિ વિકાસદર ૨.૯ ટકા રહ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષમાં ઔદ્યોગિક વિકાસ દરમાં વધારો થયો છે. મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શનમાં તેજીથી વિકાસદર વધ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.