ભેજાબાજ એજન્ટો આ નવી રીતથી લોકોને ગેરકાયદેસર USA મોકલી રહ્યા છે
અમેરીકામાં પણ ક્રિકેટનો ક્રેઝ વધતા સ્પોર્ટસ વીઝાનું રેકેટઃ કલાકાર, પુજારી, નકલી પતી -પત્ની અને ક્રુ-મેમ્બર બનાવીને અથવા ડંકી રૂટથી અમેરીકા મોકલવાની જૂની રીતો બાદ હવે નવી પધ્ધતિથી એજન્ટો અમેરિકા મોકલી રહ્યા છે.
ઓન પેપર ક્રિકેટ રમવા અમેરીકા પહોંચેલા કેટલાક ગુજરાતીઓ બાદમાં છુમંતર થઈ ગયા છે !-હવે ક્રિકેટર બનાવી અમેરીકામાં ઘુસાડવાનો નવો ટ્રેન્ડ ! ભાવ ૪૦ થી ૪પ લાખ રૂપિયા
(એજન્સી)અમદાવાદ, ન્યુયોર્કમાં હાલના દિવસોમાં ટી-ર૦ વર્લ્ડકપ રમાઈ રહયો છે. અમેરીકામાં ક્રિકેટના ચાહકો પણ વધી રહયા છે. જેનો ફાયદો ઉઠાવીને ક્રિકેટના નામે લોકોને ઈલીગલી અમેરીકા મોકલવાનો ધંધો પણ ચાલી રહયો છે.
ગુજરાતના ભેજાભાજ એજન્ટો અત્યાર સુધી ઘણા લોકોને કલાકાર પુજારી, નકલી પતી -પત્ની અને કુ મેમ્બર બનાવીને અમેરીકા મોકલી ચુકયા છે. પણ હવે લોકોને ક્રિકેટરર બનાવીને પણ અમેરીકા મોકલાઈ રહયા છે. અને ઓન પેપર ક્રિકેટ રમવા માટે ઓન પેપર ક્રિકેટ રમવા માટે અમેરીકા પહોચેલા આવા લોકો બેટ અને બોલ સાઈડમાં મુકીને છુમંતર થઈ જતા હોય છે.
જે વ્યકિતને ક્રિકેટ બનાવીને અમેરીકા મોકલવાનો હોય છે તેનો અમેરીકાની કોઈ લોકલ ક્રિકેટ કલબ સાથે કોન્ટ્રાકટ કરવામાં આવે છે. તેમજ તેને ક્રિકેટનું થોડું ઘણું નોલેજ પણ આપી દેવાયય છે. જેથી વિઝા ઈન્ટરવ્યુમાં કોઈ લોચા ના પડે. ક્રિકેટ રમવા અમેરીકા જનારો વ્યકિત ગુજરાતમાં નાની-મોટી ટુર્નામેન્ટ રમ્યો છે. તેવું બતાવવા માટે પણ એજન્ટો બધી ગોઠવણ કરી દેતા હોય છે.
અને તેના દ્વારા અમેરીકાના ક્રિકેટ કલબ્સના સ્પોન્સરશીપ લેટર મેળવીને છ મહીનાના સ્પોર્ટસ વીઝા લઈ લેવાય છે. સુત્રોનું માનીએ તો અમેરીકામાં સાઉથ તેમજ નોર્થ કેરોલાઈનમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રમાતી હોય છે. પરંતુ આવી કોઈ ટુર્નામેન્ટમાં રમવાને બદલે સ્પોર્ટસ વીઝા પર અમેરીકા પહોચેલા ગુજરાતીઓ ગાયબ થઈ જઈને અમેરીકામાં જ ઈલીગલી રહી જતા હોય છે.
આ પહેલા ઘણા ગુજરાતીઓ નાટક, ફીલ્મ કે ટીવીના કલાકાર બનીને અમેરીકાના વીઝા લેતા હતા. પરંતુ આ કાંડનો ભાંડો ફૂટી ગયા બાદ કલાકારોને અપાતા વીઝાના નિયમો કડક બન્યા હતા.જોકે તેનો પણ એજન્ટોએ રસ્તો શોધી લઈને લોકોને ક્રિકેટ બનાવીને અમેરીકા મોકલવાનું શરૂ કર્યું હતું.
આ રેકેટ આજથી ૪-પ વર્ષ પહેલા બહાર આવ્યું હતું જેમાં ગુજરાતથી લોકોને ક્રિકેટ રમવા રશીયા મોકલવામાં આવતા હતા. ત્યારબાદ દોઢેક વર્ષ પહેલા એજન્ટોએ અમેરીકામાં પણ ક્રિકેટની પોપ્યુલારીટી વધતા સ્પોર્ટસ વીઝાનું રેકેટ શરૂ કર્યું હતું. જેમાં ઉત્તર ગુજરાતના કેટલાક એજન્ટો સામેલ છે અને તેનો સ્પોર્ટસ વીઝા પર એક વ્યકિતને અમેરીકા મોકલવાનો ૪૦-૪પ લાખ રૂપિયા ચાર્જ કરે છે.
એક તરફ કેનેડા કે પછી મેકિસકોવાળા રૂટથી ઈલીગલી અમેરીકા જવામાં ભરપુર રીસ્ક છે. તો બીજી તરફ સ્પોર્ટસ વીઝા દ્વારા કોઈપણ વ્યકિત સાવ સરળતાથી અમેરીકા પહોચી શકે છે. એટલું જ નહી આ રેકેટનો ભાંડો ફૂટી ના જાય તે માટે સીલેકટેડ લોકોને જ સ્પોર્ટસ વીઝા પર અમેરીકા મોકલવામાં આવે છે.
સપ્ટેમ્બર ર૦ર૩ માં આવી જ રીતે માણસાનો મોન્ટી પટેલ અમેરીકા ગયો હતો જે વીઝા પુરા થઈ ગયા હોવા છતાં ઈન્ડીયા પાછો નથી આવ્યો તેવી જ રીતે નવસારીનો આશીષ પટેલ પણ ગયા વર્ષે ક્રિકેટ રમવા ગયો હતો અને હાલ પણ તે ત્યાં જ છે.
આશીષ પટેલ અગાઉ સાત વર્ષ પહેલા ટીવી સીરીયલની ક્રૂ મેમ્બર બની યુએસ ગયો હતો. પરંતુ તેને પાછા આવવું પડયું હતું. ત્યારબાદ તેણે ત્રણ વર્ષ પહેલા ફરી ઈલીગલી યુએસ જવાનો ટ્રાય કર્યો હતો પરંતુ તેનો મેળ નહોતો પડયો.