Western Times News

Gujarati News

જર્મનીમાં ઈમિગ્રેશનના નિયમો વધારે સરળ બનશે

નવી દિલ્હી, યુરોપના સૌથી શક્તિશાળી દેશ જર્મનીમાં અત્યારે આઈટી, ટેક્નોલોજી, હેલ્થકેર, કોન્ટ્રાક્ટિંગ, લોજિસ્ટિક્સ સહિતના સેક્ટરમાં અનુભવી અને સ્કીલ્ડ લોકોની જરૂર છે. યુરોપિયન યુનિયન બહારના લોકો પણ આ સેક્ટરમાં કામ કરવા આવે તે માટે જર્મનીએ ઈમિગ્રેશનના નિયમો સરળ બનાવવાનો ર્નિણય લીધો છે. જર્મનીની કંપનીઓ જુદા જુદા ક્ષેત્રમાં વિદેશી વર્કર્સને લાવવા પ્રયાસ કરી રહી છે, પછી તે એન્જિનિયર હોય, નર્સ હોય કે બીજા ટેકનિકલ માણસો હોય. Immigration rules in Germany will be simplified

જર્મન સંસદે સ્કીલ્ડ ઈમિગ્રેશન એક્ટ પસાર કર્યો છે તેથી વિદેશી કામદારોને વધુ સરળતાથી લાવી શકાશે અને એન્ટ્રીનું કામ ઝડપી બનશે. જર્મનીએ નવા સ્કીલ્ડ વર્કર કાયદાનો પ્રથમ ફેઝ પૂરો કર્યો છે જેથી ઈયુ બ્લૂ કાર્ડના નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છે. તેના કારણે જર્મનીમાં સ્કીલ્ડ વર્કર્સ માટે તકમાં વધારો થશે. EU Blue Card  સ્કીમમાં મુખ્ય ફેરફાર એ છે કે સેલેરીના ધોરણ નીચા કરવામાં આવ્યા છે.

એટલે કે અગાઉ કરતા નીચા પગારે પણ બહારના લોકોને કામ પર રાખી શકાશે. હવે પેન્શન ઈન્શ્યોરન્સ માટે વાર્ષિક કન્ટ્રીબ્યુશન એસેસમેન્ટ સિલિંગના ૪૫ ટકા જેટલી મિનિમમ સેલેરીનો નિયમ રાખવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા હોય તેવા લોકોને ઈયુ બ્લૂ કાર્ડ મેળવવાની વધુ તક મળશે. જાેકે, તેમાં મિનિમમ સેલેરીના નિયમનું પાલન કરવાનું રહેશે.

જે આઈટી સ્પેશિયાલિસ્ટ પાસે યુનિવર્સિટી ડિગ્રી હોય અને ત્રણ વર્ષનો પ્રોફેશનલ અનુભવ ધરાવતા હોય તેઓ જર્મનીમાં કામ કરવા આવી શકશે. ઈયુ બ્લૂ કાર્ડ માટે બોટલનેક પ્રોફેશનલોનું લિસ્ટ વધારવામાં આવ્યું છે. તેમાં હવે મેન્યુફેક્ચરિંગ, માઈનિંગ, કન્સ્ટ્રક્શન, ડિસ્ટ્રીબ્યુશન મેનેજર્સને પણ કામ કરવા મળશે. આગામી જૂન મહિનાથી પોઈન્ટ સિસ્ટમ પર આધારિત ઓપોર્ચ્યુનિટી કાર્ડ શરૂ કરવામાં આવશે.

આ કાર્ડ મેળવ્યા પછી યુનિવર્સિટી ડિગ્રી ધરાવતા લોકો એક વર્ષના સમયગાળા માટે જર્મનીમાં રોજગારીની શોધમાં આવી શકશે. જે લોકો પાસે યુનિવર્સિટીની ડિગ્રી ન હોય તેમણે એ-વન લેવલના જર્મન અથવા બી-ટુ લેવલના અંગ્રેજીની ટેસ્ટ પાસ કરવી પડશે. જર્મનીનું ઓપોર્ચ્યુનિટી કાર્ડ ધરાવતા લોકો સપ્તાહમાં ૨૦ કલાક સુધી કામ કરી શકશે, તથા પ્રોબેશનના પિરિયડ દરમિયાન પણ કામ કરી શકશે.

આ ઉપરાંત આ ઓપોર્ચ્યુનિટી કાર્ડને બે વર્ષ માટે એક્સ્ટેન્ડ પણ કરી શકાશે. જર્મન સરકારે વર્કરના પરિવારનો પણ ખ્યાલ રાખ્યો છે. તેથી જે લોકોની રેસિડન્સી પરમિટ માર્ચ ૨૦૨૪થી આગળ સુધી વેલિડ હશે તેઓ પોતાના વાલી અથવા ઈન-લોઝને પણ જર્મની લાવી શકશે. તેના કારણે વધુને વધુ સ્કીલ્ડ વર્કર્સ જર્મનીમાં રહેવા માટે પ્રોત્સાહિત થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.