Western Times News

Gujarati News

દક્ષિણ કોરિયાના પ્રમુખ સામે મહાભિયોગ પ્રસ્તાવ પસાર

સિઓલ, દક્ષિણ કોરિયાના પ્રમુખ યૂન સુક યેઓલ દેશમાં માર્શલ લા લાગુ કરવા બદલ ભારે વિરોધનો સામનો કરી રહ્યા છે. હવે તેમની ખુરશી પણ જોખમમાં મૂકાઈ છે. સંસદમાં પ્રમુખ યુન સુક યેઓલ પર શનિવારે મહાભિયોગ ચલાવવાની દરખાસ્ત પર મતદાન કરવામાં આવ્યું હતું.

જેમાં દરખાસ્તના સમર્થનમાં ૨૦૪ મત અને વિરોધમાં ૮૫ મત પડ્યા હતા. ૩ ડિસેમ્બરે માર્શલ લા લાગુ કરવાનો આદેશ આપ્યા બાદ યેઓલે બીજી વખત મહાભિયોગનો સામનો કરવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે યેઓલના આ નિર્ણય બાદથી જ દક્ષિણ કોરિયાના રાજકારણમાં ખળભળાટ મચેલો છે.

દક્ષિણ કોરિયાના બંધારણ મુજબ, સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ પસાર થયા બાદ યેઓલે કોર્ટની કાર્યવાહીનો સામનો કરવો પડશે. યૂનને પ્રમુખપદ પરથી હટાવવા કે કેમ તે નક્કી કરવા માટે કોર્ટ પાસે ૧૮૦ દિવસનો સમય છે. જો તેમને પદ પરથી હટાવવામાં આવશે તો ૬૦ દિવસમાં સામાન્ય ચૂંટણીઓ યોજવી પડશે. આ ઠરાવ પસાર થતાં યેઓલની પ્રમુખ તરીકેની સત્તાઓ સસ્પેન્ડ કરવામાં આવી છે.

પ્રમુખ યૂન સુક યેઓલની સત્તાઓ સસ્પેન્ડ કર્યા પછી વડાપ્રધાન હાન ડક-સૂ કાર્યકારી પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા યેઓલ પર પણ દેશ છોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.