Western Times News

Gujarati News

ભારતની વનસ્પતિ તેલની આયાત એપ્રિલ-24માં 26 ટકા વધી

નવેમ્બર-23થી માર્ચ-24 દરમિયાન આયાતમાં 12 ટકાનો ઘટાડો

દેશમાં વનસ્પતિ તેલ ઉદ્યોગ અને વેપારના પ્રમુખ સંગઠન સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (એસઇએ)એના તાજેતરના આંકડા મૂજબ એપ્રિલ 2024માં 1,304,409 ટન ખાદ્ય તેલ અને 14,119 ટન બિનખાદ્ય તેલ સહિત વનસ્પતિ તેલ (ખાદ્ય અને બિન-ખાદ્ય)ની કુલ આયાત 1,318,528 ટન થઇ છે, જે એપ્રિલ, 2023ના 1,050,189 ટનની તુલનામાં 26 ટકા વધુ છે.

ઓઇલ વર્ષના પ્રથમ છ મહિના એટલે કે નવેમ્બર 2023થી એપ્રિલ 2024 દરમિયાન વનસ્પતિ તેલની કુલ આયાત 7,148,643 ટન નોંધાઇ છે, જે અગાઉના વર્ષના સમાન સમયગાળાના 8,110,381 ટનની સરખામણીમાં 12 ટકા ઓછી છે.

ભારતની વનસ્પતિ તેલની આયાતના ટ્રેન્ડ અંગે પ્રતિક્રિયા આપતાં એન.કે. પ્રોટીન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પ્રિયમ પટેલે (Priyam Patel Managing Director N. K. Proteins Limited)  જણાવ્યું હતું કે, એપ્રિલમાં વૈશ્વિક બજારોમાં આરબીડી પામ ઓઇલક્રૂડ પામ ઓઇલ (સીપીઓ)સોયાબીન ઓઇલ અને સનફ્લાવર ઓઇલ જેવાં પ્રમુખ વનસ્પતિ તેલના ભાવમાં નોંધપાત્ર પીછેહઠ તેમજ ઘરેલુ માર્કેટમાં સ્ટોક ઘટવાથી વનસ્પતિ તેલની આયાતો વધી છે.

મહત્વપૂર્ણ છે કે છેલ્લાં એક મહિનામાં આરબીડી પામ ઓઇલ અને સીપીઇના વૈશ્વિક ભાવ પ્રતિ ટન લગભગ 100 ડોલર ઘટ્યાં છેજ્યારે કે  સોયાબીન અને સનફ્લાવર ઓઇલની કિંમતે અનુક્રમે ટનદીઠ 40 ડોલર અને 15 ડોલર જેટલી ઘટી છે.

ભારતે નવેમ્બર 2023થી એપ્રિલ 2024 દરમિયાન આરબીડી પામઓઇલ અને ક્રૂડ પામ ઓઇલની સૌથી વધુ આયાત ઇન્ડોનેશિયા અને મલેશિયામાંથી કરી છે, જ્યારેકે ક્રૂડ સોયાબીન ડીગમ્ડ ઓઇલની મોટાપાયે આયાત આર્જેન્ટિના અને બ્રાઝિલમાંથી કરાઇ છે. ક્રૂડ સનફ્લાવર ઓઇલની આયાત રશિયામાંથી થઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.