વચગાળાના બજેટમાં કરાયેલી મહત્વની જાહેરાતો
નવી દિલ્હી, કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે લોકસભા ચૂંટણી ટાણે વચગાળાનું બજેટ રજૂ કરી દીધું. આ વખતે તેમણે ફક્ત ૧ જ કલાકમાં બજેટ ભાષણનું સમાપન કરી દીધું. જેમાં એવી અનેક જાહેરાતો થઈ અને એવી અનેક આશાઓ પર પાણી ફરી ગયું જે સરકારના બજેટથી રાખવામાં આવી હતી. આ વખતે વચગાળાના આ બજેટમાં કઈ કઈ જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી અને કયા કયા મુદ્દાઓને આવરી લેવાનો પ્રયાસ કરાયો તે નીચે મુજબ છે.
૧. વચગાળાના બજેટમાં આ વખતે ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરાયા. એટલે કે કરદાતાઓને કોઈ રાહત મળી નથી.
૨. રેલવેથી લઈને અન્ય સેક્ટર સુધીના પ્રોજેક્ટ માટે સરકારે તેનું વિઝન રજૂ કર્યું છે. ત્રણ નવા રેલવે કોરિડોર બનાવાશે. યાત્રી ટ્રેનોમાં મોટાપાયે સુધારા કરાશે. ૪૦ હજાર સામાન્ય કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરાશે.
૩. સ્ટાર્ટઅપ માટે ટેક્સ છૂટમાં એક વર્ષનો વધારો કરાયો છે.
૪. લખપતિ દીદી યોજનાનું વિસ્તરણ કરાયું.
૫. રાજ્યોને વ્યાજમુક્ત લોન આપવાનું ચાલુ રખાશે.
૬. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ૧૧ ટકા ખર્ચ વધુ કરાશે.
૭. સંરક્ષણ ક્ષેત્ર ૧૧.૧% ખર્ચ વધારવામાં આવશે જે જીડીપીનો ૩.૪% હશે.
૮. રાજકોષીય ખાધ ૫.૧% રહેવાનું અનુમાન છે. ૪૪.૯૦ કરોડ રૂ. ખર્ચ થયો છે જ્યારે ૩૦ લાખ કરોડ રૂપિયાની આવક થઇ છે.
૯. આંગણવાડી વર્કરોને હવે આયુષ્યમાન યોજનાનો લાભ અપાશે.
૧૦. તેલીબિયાંની રિસર્ચને પ્રોત્સાહિત કરાશે.
૧૧. ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહિત કરાશે.
૧૨. રૂફટૉપ સોલર પ્લાન હેઠળ ૧ કરોડ ઘરોને ૩૦૦ યૂનિટ/મહિનો ફ્રી વીજળી
૧૩. સર્વાઈકલ કેન્સરની વેક્સિનેશન પર ધ્યાન અપાશે. ૯-૧૪ વર્ષની છોકરીઓના વેક્સિનેશન પર ખાસ ધ્યાન અપાશે. માતૃ અને શિશુ દેખરેખની યોજનાને પ્રોત્સાહન અપાશે.
૧૪. સરકાર મધ્યમ વર્ગના લોકો માટે આવાસ યોજના લાવશે. આગામી ૫ વર્ષમાં વધુ ૨ કરોડ બનાવશે. પીએમ આવાસ યોજના હેઠળ ૩ કરોડ ઘર બની ગયા છે.
૧૫. ૫ ઈન્ટીગ્રેટેડ એક્વાપાર્ક બનાવાશે.
૧૬. ડિફેન્સ માટે ૬.૨ લાખ કરોડ રૂપિયાનું બજેટ રખાયું.
૧૭. મનરેગા માટે ૬૦ હજાર કરોડથી વધારીને ૮૬ હજાર કરોડને બજેટ કરાશે.
૧૮. છેલ્લાં ૧૦ વર્ષમાં ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લવાયાનો સરકારનો દાવો.
૧૯. પીએમ મુદ્રા યોજના હેઠળ ૨૨.૫ લાખ કરોડની ૪૩ કરોડ લોન મંજૂર કરાઈ.
૨૦. ૧૧.૮ કરોડ ખેડૂતોને નાણાકીય સહાય અપાઈ. ગરીબ કલ્યાણ યોજનામાં ૩૪ લાખ કરોડ ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરાયા. SS2SS