Western Times News

Gujarati News

મોદી સરકાર દ્વારા સોલાર પેનલને લઈને મહત્વનો નિર્ણય

પ્રતિકાત્મક

(એજન્સી)નવી દિલ્હી, હવે મોદી સરકાર દ્વારા એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. સરકાર આગામી ત્રણથી ચાર વર્ષમાં મંજૂર સ્થાનિક સ્તર પર બનાવેલા સેલ, વેફર્સ અને પોલીસિલિકોનથી બનેલી સોલાર પેનલના મોડલ્સ અને મેન્યુફેક્ચરર્સ ની યાદી અંતર્ગત રજિસ્ટર કરવાની યોજના બનાવી રહી છે.

નવા અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી આર. ના. સિંહે તેમના મંત્રાલયના સંબંધિત અધિકારીઓને પણ આ અંગે નીતિ તૈયાર કરવા કહ્યું છે. સરકારે સોલાર પેનલના ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે છન્સ્સ્ શરૂ કર્યું હતું. ચાલો તેના વિશે જાણીએ… મંત્રીએ કહ્યું કે છન્સ્સ્માંથી ઓછી કાર્યક્ષમતાવાળા મોડ્યુલો દૂર કરવામાં આવે છે. સિંહે કહ્યું, ‘અમે અમારી પોતાની નીતિઓ વિકસાવીશું.’ અમે ફક્ત તે મોડ્યુલને સુરક્ષિત કરીશું જે ભારતમાં બનેલા સેલ છે.

અમે એક કે બે વર્ષમાં આવી પોલિસી લાવીશું. પછી, એકથી બે વર્ષ પછી, અમે એવી નીતિ લાવીશું કે વેફર્સ અને પોલિસિલિકોન પણ ભારતમાં જ બને.” તેમણે કહ્યું, ”અમે છન્સ્સ્ હેઠળ માત્ર એવી કંપનીઓને રજીસ્ટર કરીએ છીએ જેમના સેલ, વેફર્સ અને પોલિસિલિકોન ભારતમાં બને છે. મંત્રીએ કહ્યું કે આ પગલું ‘મેક-ઈન-ઈન્ડિયા’ના લક્ષ્યને આગળ વધારવામાં મદદ કરશે.

સરકાર આગામી કેટલાક વર્ષોમાં સોલર પેનલના ઘટકોની આયાતને પ્રોત્સાહન આપશે નહીં. તેણે કહ્યું, “તમે બહારથી સેલ આયાત કરો છો અને તેને અહીં એસેમ્બલ કરો છો. પછી તેઓ તેને ભારતમાં બને છે તેમ કહીને વેચે છે, જ્યારે તેમાંથી ૯૦ ટકા ચીનમાં બને છે,


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.