GTU અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ વચ્ચે અગત્યના MoU થયા
તકનિકી સમિતિઓની રચના કરવા, માનકીકરણ સંબંધિત R&D પ્રોજેક્ટ માટે માળખાકીય સુવિધાઓ હાથ ધરવા અને વિકસાવવા, સંયુક્ત રીતે પરિષદ, પરિસંવાદ, વર્કશોપ અને સિમ્પોઝિયા વગેરેનું આયોજન કરવાના રચનાત્મક ઉદ્દેશથી GTU અને BIS વચ્ચે MoU કરવામાં આવ્યા
અમદાવાદમાં આવેલ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ વચ્ચે અગત્યના લોક ઉપયોગી થાય તેવા કાર્યો હાથ ધરવા માટે MoU કરવામાં આવ્યા હતા.
સાથ-સહયોગના ઉદ્દેશ્યથી, વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવા માટે તકનિકી સમિતિઓની રચના કરવા, માનકીકરણ સંબંધિત R&D પ્રોજેક્ટ માટે માળખાકીય સુવિધાઓ હાથ ધરવા અને વિકસાવવા તથા સંયુક્ત રીતે પરિષદ, પરિસંવાદ, વર્કશોપ અને સિમ્પોઝિયા વગેરેનું આયોજન કરવાના રચનાત્મક ઉદ્દેશથી આ MoU કરવામાં આવ્યા હતા.
બી.આઇ.એસ. પશ્ચિમ વિભાગના ડેપ્યુટી ડાયરેકટર જનરલ શ્રી સંજ્ય ગોસ્વામીએ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સંસ્થા માપદંડોની સર્જક સંસ્થા છે એમ જણાવીને તેની યશગાથા વર્ણવી હતી અને તેની વિશ્વસનિયતાના ધોરણની વિગતો આપી હતી.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીના કુલપતિ શ્રી ડૉ.રાજુલ ગજ્જરે સિવિલ એન્જિનિયરિંગ ડોમેનના ઉદાહરણ આપીને ટેકનોલોજી અને ઉદ્યોગના સતત વિકસતા લેન્ડસ્કેપમા સતત અનુકૂલન સાધીને વિકસવાનો અનુરોધ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડને કર્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રાદેશિક નિયામક શ્રી સુમિત સેંગર, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલસચિવ શ્રી ડૉ. કે.એન.ખેર, જી.એસ.ઈ.ટી.ના ડાયરેકટર શ્રી ડૉ.એસ.ડી. પંચાલ, આર.ડી.સી.ના ડાયરેકટર શ્રી ડૉ.આર.એ. ઠક્કરની ઉપસ્થિત રહ્યા હતા.