IT ટ્રિબ્યુનલનો NRI માટે મહત્વપૂર્ણ આદેશઃ ભારતમાં થયેલી કઈ આવક પર ટેક્સ ચુકવવો પડશે
એનઆરઆઈને ઓવરસીઝ આવક પર કર ભરવામાં રાહત-આઈટી ટ્રિબ્યુનલનો મહત્વપૂર્ણ આદેશ
(એજન્સી)અમદાવાદ, ઈન્કમટેક્ષ એપેલેટ ટ્રીબ્યુનલ આઈટીએટીએ મહત્વપુર્ણ આદેશમાં ભારતીય કંપનીને વિદેશી શાખામાં નોકરી કરતા નોન રેસીડેન્ટને ઓવરસીઝ આવક પર ભારતમાં ટેક્ષ ભરવામાંથી રાહત આપી છે. ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત ભારતની એક કંપનીની વિદેશી શાખામાં નોકરી કરતા દેવી દયાલ નામક નોન રેસીડેન્ટ દ્વારા કરાયેલી અરજી પર દિલ્હી સ્થિત આઈટીએટી દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ભારતીય કંપની દ્વારા ઓસ્ટ્રેલીયામાં એક પ્રોજેકટ માટે દેવી દલાલની નિયુકિત કરવામાં આવી હતી.
ભારતીય કંપની દ્વારા દેવી દયાલને વિદેશમાં પગાર અને અન્યય ભથ્થાં ચુકવવામાં આવતા હતા. દેવી દયાલ દ્વારા આ ભથ્થાનો ઉપયોગ ક્રેડીટ કાર્ડ મારફત કરાતો હતો. જે ક્રેડીટ કાર્ડ માત્ર ઓસ્ટ્રેલીયામાં માન્ય હતું. નાણાકીય વર્ષ ર૦૧૬ માટે આકારણી દરમ્યાન આઈટી અધિકારીએ ટેક્ષ રેસીડેન્સી સર્ટીફીકેટ ટીઆરસી નહી આપ્યું હોવાથી ભારતમાં કરપાત્ર આવકમાં રૂ.ર૧.૮ લાખ ઉમેયા હતા.
નોધનીય છે કે વિદેશમાં રહેતા ભારતીયોને NRI તરીકે ઓળખવામાં આવે છે, જેથી ટેક્ષ કાયદા હેઠળ આવકવેરાના માપદંડો અલગ છે. ભારતમાં રોકાણના દિવસોથી સંખ્યા નિર્ધારીત કરી છે કે, વ્યકિત આવકવેરો ચુકવવા માટે રેસીડેન્ટ કે નોન રેસીડેન્ટ છે. આઈટી નિષ્ણાતોનો જણાવ્યા મુજબ રેસીડેન્ટે વ્યકિતઓ તેમની વૈશ્વીક આવક પર ભારતમાં કર ભરવાપાત્ર છે.
નોન રેસીડેન્ટના મામલામાં ભારતમાં જે આવક થાય છે તે જ કરપાત્ર છે. જેમ કે, ભારતમાં બચત ખાતામાંથી બેકનું વ્યાજ મુંબઈમાં મકાન ભાડામાંથી થતી આવક ઈન્કમટેક્ષના દાયરામાં આવે છે. ભારત બહાર કરાતી સેવાઓ વિદેશમાં બેંક ખાતામાં નોન રેસીડેન્ટ દ્વારા મેળવેલ પગાર ભારતમાં કરપાત્ર નથી.