મહાદ્વીપની સુરક્ષા માટે મહત્ત્વના પગલા લેવા જરુરીઃ કીર સ્ટાર્મર

વોશિંગ્ટન, વોશિંગ્ટનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે થયેલી મુલાકાત નિષ્ફળ નિવડી છે. બંને રાજનેતા યુદ્ધ વિરામ માટે એકત્ર થયા હતા.
પરંતુ બંને વચ્ચે ચર્ચા ક્યારે દલીલમાં ફેરવાઇ તે કોઇ જાણી ન શક્યુ. અમેરિકા તરફથી મળતી મદદ બંધ થતા હવે યૂક્રેનની સાથે યુરોપ સમર્થન આપવા ઉભું છે. યુરોપમાં યૂક્રેન સમિટનું આયોજન કરવામાં આવ્યુ છે. યૂક્રેનની અમેરિકા સાથેની શાંતિ વાર્તા પટારામાં બંધ થઇ છે.
બ્રિટેનના પીએમ કીર સ્ટાર્મરે લંડનમાં યુરોપના નેતાઓને એક મંચ પર એક્ત્ર કર્યા છે. યૂક્રેન સમિટ બોલાવવા માટેનો હેતુ એ છે કે, અમેરિકાને બતાવી શકાય કે અમેરિકાના સમર્થન વિના પણ તેઓ પોતાની રક્ષા કરી શકે છે.
લંડનમાં આયોજિત શિખર સંમેલનનું ઉદ્દેશ્ય સૈન્ય સહયોગને મજબૂત કરવાનું અને રશિયા સામેના યુદ્ધમાં યૂક્રેનને મજબૂત સમર્થન આપવાનું છે. આ સમિટનું આયોજન ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચેની મુલાકાત બાદ યોજાઇ હતી. આ સમિટમાં વિશ્વ નેતાઓએ યૂક્રેનને પોતાનું સમર્થન જાહેર કર્યુ છે. અને મદદ કરવા માટે વિશ્વાસ અપાવ્યો છે. યુરોપીય નેતાઓનું માનવુ છે કે, સુરક્ષાના ક્ષેત્રમાં વધુ ખર્ચ કરવો જોઇએ.
જેથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને એ વાતનો અહેસાસ થાય કે તેમના સાથ વિના પણ રક્ષા સોદા થઇ શકે છે અને મહાદ્વીપ પોતાની સુરક્ષા કરી શકે છે.
યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને સૂચન કર્યું કે આર્થિક સમસ્યાઓ હળવી કરવા માટે ઈેં તેના દેવાના નિયમોમાં છૂટછાટ આપી શકે છે. સ્ટાર્મરે જણાવ્યુ હતુ કે, યુકે, યૂક્રેન, ફ્રાંસ અને અન્ય દેશો એક સંગઠન બનાવશે અને ટ્રમ્પને શાંતિ યોજના રજૂ કરશે.
તેઓએ અન્ય દેશના નામ તો નથી જાહેર કર્યા પણ આ યોજનામાં બીજા દેશોનો પણ સાથ રહેશે.બ્રિટેનના પીએમ કીર સ્ટાર્મરે કહ્યુ હતુ કે, આ વાતચીતનો નહીં પણ એક્શન લેવાનો સમય છે. શાંતિ વાર્તા માટે એકત્ર થઇ યોજના બનાવવું ખૂબ જરુરી છે.
કીર સ્ટાર્મરે વધુમાં કહ્યુ હતુ કે, યૂક્રેનને ૫ હજારથી વધુ હવાઈ સંરક્ષણ મિસાઇલો ખરીદવામાં મદદ કરવા માટે ૧.૬ બિલિયન પાઉન્ડ બ્રિટિશ નિકાસ ભંડોળની જાહેરાત કરી છે અને સાથે જ કહ્યું કે, યુક્રેનમાં શાંતિ જાળવવા માટે બધા દેશોએ ઘણું કામ કરવાની જરૂર છે.SS1MS