અનુ મલિક, રિક બાસુના પફોર્મન્સથી પ્રભાવિત થયા

ગત વર્ષે આગામી સિઝનની સફળતા બાદ, ઝી ટીવીનો જાણિતો ગાયકી આધારીત રિયાલિટી શો, સા રે ગા મા પાએ 26મી ઓગસ્ટ, 2023 પાછો ફરી રહ્યો છે, જેમાં હિમેશ રેશમિયા, નીતિ મોહન, અનુ મલિક જજ તરીકે અને આદિત્ય નારાયણ હોસ્ટ તરીકે જોવા મળશે. શોની શરૂઆત સુમધુર રીતે થઈ છે
અને સમગ્ર દેશના સ્પર્ધકો સા રે ગા મા પા 2023ના ટોચના 12માં તેનું સ્થાન મેળવવા માટે દેશના ખૂણે-ખૂણેથી આવેલા સ્પર્ધકોએ ઓડિશન આપતા શોની સુમધુર રીતે થઈ છે. હવે, ટોચના 12 ઉભરતા સિતારાઓ નિર્ણાયકોને તેમના અનોખા અવાજથી પ્રભાવિત કર્યા છે અને તેમનાથી જ પ્રભાવિત થયા છે.
દરેક સ્પર્ધક જજને પ્રભાવિત કરી રહ્યા છે, ત્યારે રિક બાસુએ પ્રિમિયર એપિસોડમાં ‘ઓ બેદર્દિયાઁ’ની ભાવપૂર્ણ રજૂઆત કરી હતી. ગીતના તેમના પ્રસ્તુતિ એ દરેકને એટલા ભાવુક કરી દીધા અને તમામ નિર્ણાયકો તરફથી પ્રસંશા મેળવી છે. ખાસ તો, જજ અનુ મલિકએ તેના અવાજના દર્દનો અનુભવ થતા રડી પડ્યા હતા. અનુએ તેની ગાયકીની શૈલીની અને પ્રખ્યાત ગાયક કુમાર સાનુની વચ્ચે પણ સરખામણી કરી છે.
અનુ મલિક કહે છે, “રિક, હું એટલું જરૂરથી કહીશ કે, તારા અવાજમાં જાદુ છે અને તારી અધૂરી પ્રેમકથા જ તારી ગાયકીમાં કરુણતા ઉમેરે છે. 90ના દાયકો હતો, જ્યારે પ્રસિદ્ધ ગાયક કુમાર સાનુ આટલું દિલથી ગાતા હતા જેમાં દર્દ છકલતું હતું, જે દરેકના દિલના સ્પર્શતું હતું અને ખાસ કરીને પ્રેમીઓમાં જેઓ ગીતની લાગણી સાથે જોડાતા હતા.
અને આજે મેં એ જ ઊંડી લાગણી તારા અવાજમાં અનુભવી છે. તારા પફોર્મન્સ દરમિયાન મારી આંખામાં આંસુ આવી ગયા, મને મારી એક વાત યાદ આવી ગઈ, હું એ કહી તો નહીં શકું, પણ તારા પફોર્મન્સને જોઈને એટલું જ કહીશ કે, તારા તૂટેલા દિલનો અવાજ બધા સુધી પહોંચશે અને તારું દર્દ પણ સમજી શકશે.”
રિકના હૃદયસ્પર્શી પફોર્મન્સએ દરેકની આંખમાં આંસુ લાવી દીધા છે, પણ સા રે ગા મા પાના ટોપ 12 સ્પર્ધકોના હૃદયસ્પર્શી પફોર્મન્સને જોવા માટે તમે તૈયાર રહો, કેમકે નિ:શંકપણે તે ખરેખર તમારા દિલને સ્પર્શશે.