Western Times News

Gujarati News

‘જેઓ નિર્ણય લઈ શકે તેમની સાથે જ વાતચીત થશે’

File

છેલ્લા કેટલાક દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે ઈમરાન ખાનની પાર્ટી રાજકીય ગતિરોધ ખતમ કરવા માટે પાકિસ્તાન સરકાર સાથે વાત કરી શકે છે 

નવી દિલ્હી,  જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાન સરકાર સાથેની વાતચીત અંગેની અટકળોને ફગાવી દીધી છે. ઈમરાન ખાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ તેમની સાથે જ વાત કરશે જે નિર્ણય લેવામાં સક્ષમ હશે. વાસ્તવમાં છેલ્લા કેટલાક દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે ઈમરાન ખાનની પાર્ટી રાજકીય ગતિરોધ ખતમ કરવા માટે પાકિસ્તાન સરકાર સાથે વાત કરી શકે છે.

ઈમરાન ખાને રાવલપિંડીની અદિયાલા જેલમાં કહ્યું, ‘જ્યારે પણ વાતચીતનો મુદ્દો ઊભો થાય છે, ત્યારે તેઓ (પાકિસ્તાન સરકાર) ૯ મેની હિંસા અંગે અવાજ ઉઠાવવાનું શરૂ કરે છે. અમે હંમેશા વાતચીત માટે તૈયાર છીએ, પરંતુ અમે તેમની સાથે વાત કરીશું જે નિર્ણય લેશે.ઈમરાન ખાન પોતાના વલણ પર અડગ છે કે દેશને વર્તમાન રાજકીય અસ્થિરતામાંથી બહાર કાઢવા માટે શક્તિશાળી સેના સાથે જ વાતચીત કરવામાં આવશે.

પાકિસ્તાન સરકાર પર નિશાન સાધતા પૂર્વ ઁસ્એ કહ્યું, ‘જ્યારે પણ વાતચીતનો વિચાર આવે છે ત્યારે સત્તાધારી પક્ષ ૯ મેનો મુદ્દો બનાવે છે. ૯ મેની હિંસા એ સરકારની ‘વીમા પોલીસી’ છે. જો આ મુદ્દાને સાઈડલાઈન કરવામાં આવશે તો સરકાર પડી જશે.જણાવી દઈએ કે ૯ મે, ૨૦૨૩ના રોજ ઈમરાન ખાન (૭૧)ને અર્ધલશ્કરી રેન્જર્સ દ્વારા ઈસ્લામાબાદ હાઈકોર્ટ સંકુલમાંથી કથિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી,

ત્યારબાદ હિંસક વિરોધ શરૂ થયો હતો. તેમની પાર્ટીના કાર્યકરોએ કથિત રીતે જિન્નાહ હાઉસ (લાહોર કોર્પ્સ કમાન્ડર હાઉસ), મિયાંવાલી એર બેઝ અને ફૈસલાબાદમાં આઈએસઆઈ બિલ્ડિંગ સહિત એક ડઝન લશ્કરી સંસ્થાઓમાં તોડફોડ કરી હતી. ટોળાએ રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર પર પણ હુમલો કર્યાે હતો.ઈમરાન ખાને ઓક્સફર્ડ યુનિવર્સિટીના ચાન્સેલરની ચૂંટણીમાં ભાગ લેવાના પોતાના નિર્ણય વિશે પણ વાત કરી હતી.

તેણે કહ્યું કે તેની જીત પાકિસ્તાન માટે ગર્વની વાત હશે. ઇમરાને પાકિસ્તાનના સૌથી મોટા પરોપકારી હોવાનો દાવો કર્યાે હતો, તેણે બે હોસ્પિટલ અને બે યુનિવર્સિટીની સ્થાપના કરી હતી, જેમાં ત્રીજી યુનિવર્સિટી હાલમાં નિર્માણાધીન છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.