Western Times News

Gujarati News

200 વર્ષમાં અંગ્રેજાેએ લગભગ ત્રણ હજાર લાખ કરોડ રૂપિયાની સંપત્તિ લુંટી હતી

પ્રખ્યાત અર્થશાસ્ત્રી ઉત્સા પટનાયકે તેમના નિબંધોના સંગ્રહમાં લુંટની સંભવિત રકમ આપી

(એજન્સી)નવીદિલ્હી,ભારતના ર૦૦ વર્ષના શાસન દરમ્યાન અંગ્રેજાેએ અત્યાચાર અને લુંટ ચલાવી હતી. દેશમાંથી અબજાે રૂપિયા લુંટીને અંગ્રેજાેએ તેમના ઘણો વિકાસ કર્યો. ભારતને લુેંટવા માટે બ્રિટીશ સરકારે રોજ નવા નવા રસ્તા શોધતી હતી. આપણે એ પદ્ધતિઓ વિશે પણ ચર્ચા કરીશું.

પરંતુ તે પહેલાં જાણી લઈએ કે બે સદીના શાસન દરમ્યાન અંગ્રેજાેએ ભારતને કેટલું લુંટયું ?વર્ષ ર૦૧૮માં પ્રખ્યાત અર્થશાસ્ત્રી ઉત્સા પટનાયકે લુંટની સંભવીત રકમ જણાવી હીત. વસાહતી ભારત અને બ્રિટન વચ્ચેના નાણાકીય સંબંધો પર સંશોધન કરનાર પટ નાયકે તેમના નિબંધોના સંગ્રહમાં જણાવ્યું છે કે ૧૭૬પથી ૧૯૩૮ સુધી અંગ્રેજાેએ કુલ ૯.ર ટ્રીલીયન પાઉન્ડની લુંટ કરી હતી. આ રકમનું વર્તમાન મુલ્ય ૪પ ટ્રીલીયન છે.

ભારતીય ચલણમાં સમજીએ તો અંગ્રેજાેએ લગભગ ત્રણ હજાર લાખ કરોડ રૂપિયાની સંપત્તિ લુેંટી હતી. આ રકમ યુનાઈટેડ કિગડમની જીડીપી કરતા ૧૭ ગણી વધારે છે.જેમ જેમ અંગ્રેજાેએ લુંટ વધતી ગઈ તેમ તેમ ભારતીયોની માથાદીઠ આવકમાં સતત ઘટાડો થતો ગયો.

કોલંબીયા યુનિવસીટી પ્રેસમાંથી પ્રકાશીત થયેલા તેમના નિબંધ સંગ્રહમાં પટનાયક જણાવે છે કે ૧૯૦૦-૦ર ની વચ્ચેની ભારતની માથાદીઠ આવક ૧૯૬.૧ રૂપિયા હતી જે વર્ષ ૧૯૪પ-૪૬માં માત્ર ર૦૧.૦રૂપિયા સુધી પહોચી ગઈ હતી. વસાહતી યુગમાં ભારતની મોટાભાગની વિદેશી હુડીયામણની કમાણી સીધી લંડનમાં જતી હતી.

જેણે જાપાનની જેમ ૧૮૭૦ના દાયકામાં ભારતે કરેલા આધુનિકીકરણના માર્ગને અનિવાર્ય મશીનરી અને ટેક્રોનોલોજીની આયાત કરવાની દેશની ક્ષમતાને ગંભીરરૂપે નબળી પાડવામાં આવી હતી. ૧૯૧૧માં ભારતીયોના આયુષ્ય દર રર વર્ષ હતો. બીજા વિશ્વયુદ્ધની પૂર્વ સંધ્યાએ ૧૯૦૦માં અનાજ નો માથાદીઠ ર્વાષિક વપરાશ ર૦૦ કિલોથી ઘટીને ૧પ૭ કિલો થઈ ગયો હતો અને ૧૯૪૬ સુધીમાં ઘટીને ૧૩૭ કિલો થઈ ગયો હતો.

અંગ્રેજાેએ ભારતમાં પગ મુકયો ત્યારથી જ ભારતને લુંટવાની નવી રીતો શોધતા હતા. ૧૮૪૭માં તેમણે ટેક્ષ એન્ડ બાય. સીસ્ટમ રજુ કરી, જે મુજબ ભારત સાથે વેપાર કરનારાઓ માટે ખાસ કાઉન્સીલ બિલનો ઉપયોગ કરવો ફરજીયાત હતો. અંગ્રેજાે ભારતીય માલ બ્રિટન લઈ જતા હતા અને અન્ય દેશોને મોઘા ભાવે વેચતા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.