Western Times News

Gujarati News

૨૦૨૩માં પોલીસે ૧૫.૧૮ કરોડ રૂપિયાનો દંડ વસુલ્યો

File

અમદાવાદ, શહેરના ૨૦૨૩ના વર્ષમાં ટ્રાફિક પોલીસે ૧૫.૧૮ કરોડ રૂપિયાનો દંડ વસુલયો છે. વર્ષ ૨૦૨૨માં પણ ૧૫ કરોડનો આંકડો હતો. બે વર્ષમાં અમદાવાદીઓએ ટ્રાફિકનો નિયમનો ભંગ કરીને ૩૦ કરોડ રૂપિયા દંડ ભર્યો. આ વર્ષે ટ્રાફિક પોલીસે સૌથી વધુ ભારે વાહન પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો છે. અમદાવાદીઓ ટ્રાફિકના નિયમનુ પાલન કરવામાં બેદરકાર બન્યા હોય તેમ લાગી રહ્યું છે. વર્ષ ૨૦૨૩માં પોલીસે ૧૫.૧૮ કરોડ રૂપિયાનો દંડ વસુલ્યો છે.

જ્યારે ૨ વર્ષમાં ટ્રાફિક પોલીસે ૩૦ કરોડ રૂપિયાનો દંડ વસુલયો. ૨૦૨૩ અને ૨૦૨૨નો દંડ વસુલવાનો આંકડો મોટાભાગે સરખો હતો. પરંતુ ટ્રાફિક પોલીસે સૌથી વધુ ફોર વ્હીલર ચાલક અને ભારે વાહનોને દંડ ફટકાર્યો છે. છેલ્લા એક વર્ષમાં ૩૦ લોકો ભારે વાહનોના અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. જ્યારે ૨૫થી વધુ ઇજાગ્રસ્ત થયા છે.

શહેરમાં છેલ્લા ૬ માસથી ભારે વાહનોથી અકસ્માત અને મોતના કિસ્સા વધ્યા હતા. જેથી ટ્રાફિક પોલીસે મોતના ગંભીર આંકડાને જોતા ભારે વાહનો પર નિયંત્રણ રાખવા માટે ડ્રાઈવ શરૂ કરી હતી. આ ડ્રાઈવ દરમ્યાન ગયા વર્ષ કરતા વધુ દંડ ટ્રાફીક પોલીસે વસુલ કર્યો છે. ૨૦૨૨માં ૪૦ લાખ દંડ જ્યારે ૨૦૨૩ના વર્ષમાં ૧.૧૬ કરોડનો દંડ વસુલ કર્યો હતો.

૧૫ કરોડનો દંડ ચૂકવીને અમદાવાદીઓએ ટ્રાફિકના નિયમનને લઈને પોતાની બેદરકારી સ્પષ્ટ કરી છે. ટ્રાફિકના ૩૩ જેટલા નિયમોને લઈને દંડ વસુલ કરવામા આવે છે. હજુ પણ ઈ મેમોના કરોડો રૂપિયાના દંડ ઉઘરાવવાના બાકી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.