૨૪ કલાકમાં કોરોનાના ૪૪૩૫ નવા દર્દી, સક્રિય કેસ ૨૩૦૦૦ને પાર
નવીદિલ્હી, કોરોના વાયરસના કેસોમાં બુધવારે મોટો વધારો જાેવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસ સંક્રમણના ૪૪૩૫ નવા કેસ નોંધાયા છે.
આ નવા દર્દીઓ સાથે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને ૨૩૦૯૧ થઈ ગઈ છે. કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યુ છે કે સરકાર કોરોના વાયરસની સ્થિતિને લઈને સંપૂર્ણ રીતે સતર્ક છે અને લોકોએ ગભરાવાની જરૂર નથી.
તમને જણાવી દઈએ કે મંગળવારે કોરોના વાયરસના દર્દીઓનો દૈનિક આંકડો ૩૦૩૮ હતો.જે પછી, એક દિવસમાં કોરોના વાયરસના કેસોમાં સીધો ૪૬ ટકાનો વધારો થયો છે. આ નવા દર્દીઓ સાથે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને ૨૩૦૯૧ થઈ ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના નવા આંકડા બાદ દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને ૪૪,૭૩૩,૭૧૯ થઈ ગઈ છે. તે જ સમયે, કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ હાલમાં ૯૮.૭૬ ટકા છે.અત્યાર સુધીમાં દેશભરમાં કોવિડ રસીના ૨૨૦ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની રસી લેનારા લોકોની સંખ્યા ૧૯૭૯ છે.
૪ એપ્રિલ દિલ્લીમાં એક વ્યક્તિનુ કોરોનાથી મોત થયુ હતુ. મહારાષ્ટ્રમાં ૭૧૧ કેસના આગમન સાથે, કોરોનાને કારણે ૪ લોકોના મોત થયા છે. ઉત્તરાખંડમાં ૨૦ દિવસમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે. પંજાબમાં પણ આરોગ્ય મંત્રાલયે છેલ્લા ૨૪ કલાકના આંકડા જાહેર કર્યા અને જણાવ્યું કે હોશિયારપુર અને જલંધરમાં કોરોનાથી બે લોકોના મોત થયા છે અને ૩૮ નવા કેસ નોંધાયા છે.
જાહેર કરાયેલા આંકડા મુજબ દેશભરમાં મૃત્યુ પામેલા ૯ કોરોના દર્દીઓમાંથી, દિલ્હી અને પંજાબમાં બે-બે મૃત્યુ, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં એક-એક મૃત્યુ થયુ છે.HS1MS