૪૮ કલાકમાં વિશ્વ ઉમિયાધામ માટે ૧૧ કરોડનું દાન આવ્યું
અમદાવાદ, વિશ્વના સૌથી ઉંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે ગાંધીનગરના રાયસણ ખાતે ૧૭ જૂન સુધી રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજીના વ્યાસપીઠે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે.
સેવા, સમર્પણ અને કર્મ ભક્તિથી ધર્મ અને સમાજ ભાવનાને ઉજાગર કરતા અખંડ બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશ એટલે શ્રીમદ ભાગવત કથામાં બીજા દિવસે પણ પ હજારથી વધુ મા ઉમિયાના ભક્તો પધાર્યા હતા. આ પ્રસંગે નાફેડ અને ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી પણ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું કે વિશ્વ ઉમિયાધામના નિર્માણમાં હું પણ પાયાનો પિલ્લર અભિયાનમાં વધુને વધુ દાતાઓ જાેડાઈ રહ્યા છે. માત્ર ૪૮ કલાકમાં ૪૦થી વધુ ધર્મસ્તંભના દાતાઓ અભિયાનમાં જાેડાયા છે અને રપથી વધુ રપ લાખના દાતા ટ્રસ્ટી તરીકે જાેડાયા છે.