મુખ્યમંત્રી એકનાથ શિંદેને ઝટકો, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નેતાઓની પેનલને હાર મળી
મુંબઇ, મહારાષ્ટ્રની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે ગ્રુપના ધારાસભ્ય અને મંત્રીની પેનલને હાર મળી છે. મહારાષ્ટ્રની સત્તાનો પદભાર સભાળ્યાના થોડા મહિના પછી જ હારનો સામનો કરવાને કારણે શિંદે ગ્રુપને મોટો ઝટકો લાગ્યો છે.
મહારાષ્ટ્રમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપે સૌથી વધારે બેઠકો મળી હોવાનો દાવો કર્યો છે. ભાજપનું કહેવું છે કે શિંદે ગ્રુપ સાથે મળીને કુલ ૪૭૮ બેઠકો પર જીત મળી છે. મળી કે લગભગ ૪૫ ટકા કરતા વધારે બેઠકો ભાજપ ગઠબંધનને મળી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના ગ્રુપના ધારાસભ્ય ભરત ગોગાવલે અને રાજ્ય સરકારના મંત્રી ઉદય સામંતના નેતૃત્વ હેઠળની પેનલને તેમના જ પૈતૃક ગામમાં થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.
જાણવા મળેલી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં સત્તારૂઢ ભાજપે શિક્ષણ મંત્રી અને શિંદે ગ્રુપના સભ્ય દીપક કેસરના ગૃહ જિલ્લા સિંધુદુર્ગમાં ૩ ગ્રામ પંચાયત સીટ પર જીત મેળવી છે. અહીં ચોથી સીટ ઉદ્ધવ ઠાકરે ગ્રુપની શિવસેનાને મળી છે.મહારાષ્ટ્રમાં ૧૦૭૯ ગ્રામ પંચાયતનૂ ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા.
ભાજપે સૌથી વધારે ૩૯૭ બેઠકો પર જીત મેળવી હોવાનો દાવો કર્યો છે. સાથે ભાજપે એમ પણ કહ્યું કે શિંદે જૂથના નેતૃત્વવાળી ‘બાલા સાહેબ ની શિવસેના’ સાથે તેમની સંયુક્ત બેઠકોની સંખ્યા ૪૭૮ પર પહોંચી ગઈ છે.
જાે કે, રાજ્યાના ઉદ્યોગ મંત્રી સાંમતના પૈતૃક જિલ્લા રત્નાગિરીમાં શિરગાંવ, ફાનસોપ અને પોમંડી બુદરુક ગ્રામ પંચાયતોમાં લોકોએ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના અને તેમની સહયોગી પાર્ટીઓને સમર્થન આપ્યું છે.
રાયગઢ જિલ્લામાં, શિંદે કેમ્પના મુખ્ય દંડક ગોગાવાલેના ગામ કાલીજ ખરાવલીએ ૧૦ બેઠકો જીતી હતી, જ્યારે ઠાકરેની આગેવાની હેઠળના ગ્રુપે, એનસીપી સાથે મળીને ૧૧ બેઠકો જીતી હતી અને તેમનું ગઠબંધન સત્તામાં આવી ગયું.
જૂન મહિનામાં મહારાષ્ટ્રની મહાઅઘાડી સરકાર સાથે છેડો ફાડીને એકનાથ શિંદે ગ્રુપે ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રમાં સત્તા મેળવી હતી. તે પછી શિવસેનના નામ અને ચિહ્ન માટે પણ બંને જૂથે કોર્ટના દ્રાર ખખડાવ્યા હતા. ભાજપ સાથેના ગઠબંધનમાં બનેલી સરકારમાં એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે અને ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્યમંત્રી બનાવાયા છે.SS1MS