જમીન બાબતે થયેલા ઝઘડામાં વૃદ્ધને સગા બે ભત્રીજા અને બે પત્નિઓએ માર માર્યો
(પ્રતિનિધિ) નડિયાદ, માતરમ ના ભલાડા ગામના મોતીપુરા માં પરમ દિવસ સવારના સમયે ખેડવા આપેલ જમીન પરત લઈ લેનાર વૃદ્ધ સગા કાકા ને બે ભત્રીજા અને તેમની પત્નીઓએ હુમલો કરી લાકડીઓનો માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના બનાવની ફરિયાદ લીંબાસી પોલીસ મથકે નોંધાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર માતરના ભલાડા ગામના મોતીપુરા માં રહેતા રાજેશભાઇ પ્રતાપભાઈ છગનભાઈ પરમાર ઉ.વ ૪૫ ના મોટા બાપા ઉદેસીંગભાઇ છગનભાઇ પરમારે પોતના ભાગની જમીન નાનાભાઈ મંગળભાઈ છગનભાઈ પરમાર ના દીકરા જગદીશ ઉર્ફે વિષ્ણુ તથા જીતેન્દ્ર ને ખેડવા આપી હતી
છ એક માસ પહેલા તેમણે ભત્રીજાઓને ખેડવા આપેલ જમીન પાછી લઈ જાતે ખેડવા શરૂ કરી હતી જેને લઇ કાકા ભત્રીજાઓ વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડા નું રાજેશભાઈ પરમાર એ મધ્યસ્થી બની સમાધાન કરાવ્યું હતું જોકે કાકાએ જમીન પરત લઈ લેતા જગદીશ ઉર્ફે વિષ્ણુ અને જીતેન્દ્ર સમસમી ઉઠ્યા હતા.
દરમિયાન ઉદેસિંગભાઈ પરમાર પરમ દિવસ સવારના સાયકલ લઈને ગામમાં જતા હતા ત્યારે રસ્તામાં ઉભેલ બંને ભત્રીજા જગદીશ ઉર્ફે વિષ્ણુ અને જીતેન્દ્ર એ જમીન અંગે ઝઘડો કર્યો હતો જેથી નજીકમાં પોતાના ખેતરમાં પાણી વાળતા રાજેશભાઈ પરમાર ત્યાં દોડી ગયા હતા જેને પગલે જગદીશ ઉર્ફે વિષ્ણુ અને તેનો ભાઈ જીતેન્દ્ર વધુ રોષે ભરાયા હતા
સાથે બંને ભાઈઓએ નજીકમાંથી લાકડીઓ લઈ આવી પોતાના કાકા ઉદેશીંગભાઇ ઉર્ફે ઉદાભાઈ ને જમણા પગના થાપા પર ફટકારી હતી આ દરમિયાન બંને ભાઈનો ઉપરાણું લઈ દોડી આવેલ સવિતા જગદીશ પરમાર અને નીરુ જીતેન્દ્ર પરમારએ ઉદેસિંગભાઈ ઉર્ફે પૂજા ભાઈને પકડી રાખતા જીતેન્દ્ર ઉર્ફે વિષ્ણુ અને જગદીશ એ આત્માની લાકડીઓ તેમને જમણા પગે તેમજ શરીર પર ફટકારી ઈજા પહોંચાડી હતી
બૂમા બુમના પગલે આજુબાજુના લોકો દોડી આવતા ચારેય જાનથી મારી નાખવાની કાકાને ધમકી આપી ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા હતા લીંબાસી પોલીસે આ અંગે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.