ઘરના ઝઘડામાં માતાએ જ પુત્રના ગળા પર કાચ માર્યો
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ શહેરના બુદ્ધદેવ માર્કેટ નજીક રહેતા નીતાબેન મૂળચંદ પરમારએ ઘર માં કોઈ કારણોસર ઝઘડો થતા પોતના પુત્ર અંકુર પરમાર અને તેની પત્નીને લોખંડ ના પાઇપ થી હુમલો કરતા બારી કાચ તૂટતા ગુસ્સે ભરાયેલ માતા એ બારી ના કાચનો ટુકડો હાથ માં લઇ પોતના પુત્ર ગળા ના ફેરવી દેતા અંકુર પરમાર ને ગંભીર ઇજા પોહોંચવા પામી હતી
જ્યારે અંકુર ની પત્ની માતા પુત્ર ના ઝઘડા વચ્ચે પડતા કાજલ પરમારને પણ હાથ ના ભાગે ઇજા પહોંચવા પામી હતી.જેમને આજુબાજુના રહેતા લોકો એ ઇજા પામેલા અંકુર અને તેની પત્ની કાજલ પરમારને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા
જ્યાં અંકુર પરમારને ગળા ના ભાગે ગંભીર ઇજા ના પગલે વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવા આવ્યો હતો..એ ડીવીઝન પોલીસે આ બનાવ અંગેની ફરિયાદ નોંધી આગળ ની તપાસ હાથધરી હતી.