કેરળના એક ગામમાં જમીનમાં સતત વિસ્ફોટ જેવા અવાજ આવી રહ્યા છે
સ્ટેટ ડિઝાસ્ટર ટીમની તપાસમાં ચોંકાવનારો ખુલાસો
માલ્લાપુરમ, કેરળના માલ્લાપુરમ અનાકુલ્લુ ગામમાં સતત જમીનમાં વિસ્ફોટ જેવા અવાજ આવી રહ્યા છે જેના લીધે લોકોમાં ભયનો માહોલ છે. આ માટે કેરળ રાજ્ય સ્ટેટ ડિઝાસ્ટર ટીમને બોલાવવામાં આવી અને તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જમીનની અંદરથી આવતા આ વિસ્ફોટોના અવાજ ગત મહિને ત્રણ વાર સંભળાયા હતા.
સઘન તપાસ બાદ જે ખુલાસો ગયો તે ચોંકાવનારો હતો. વિસ્ફોટ જેવો અવાજ જમીન નીચે પડેલા પથ્થરોમાંથી આવી રહ્યો હતો. તેના કારણે જ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વાસ્તવમાં જમીનની નીચે પૃથ્વીના પોપડાના ભાગમાં પથ્થરો અને તિરાડોના ઘર્ષણને લીધે ધડાકાનો અવાજ આવી રહ્યો હતો અને કંંપન અનુભવાયું હોવાનું સામે આવ્યું હતું.
ઘણીવાર ધરતીના પેટાળમાં ભૂગર્ભજળ સુકાઈ જવાને કારણે આવું થાય છે. ઘણી વખત હવાના દબાણને કારણે ખડકો અને પથ્થરોની વચ્ચે જગ્યા ભરાઈ જાય છે. આવી જ એક ઘટના ઝારખંડની રાજધાની રાંચીમાં પણ બની હતી જ્યારે મ્યાનમારમાં આવેલા ભૂકંપના કારણે રાંચીના ટયુબવેલો ફંગોળાઈ ગઈ હતી. જેના કારણે હવાનું દબાણ બહાર આવ્યું હતું. આના લીધે લોકોએ જમીન પરથી વિસ્ફોટક અવાજે સાંભળ્યા હતા.
કેરળમાં કોઈ ભૂકંપ આવ્યો ન હતો પરંતુ ધરતીની નીચે પથ્થરો લપસી જવાને કારણે ટયુબવેલ સરકી ગઈ હતી તેમાં હાજર હવાનું દબાણ વિસ્ફોટના રૂપમાં બહાર આવ્યું હતું. કેરળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે, આ વિસ્ફોટો અને કંપનથી જે ઈમારતોને નુકસાન થયું છે તે નબળી અને જૂની છે. ઈમારતોને થયેલા નુકસાનની તપાસ કર્યા બાદ તેનું સમારકામ અનાકલ્લુ ગામમાંથી ૩૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.