Western Times News

Gujarati News

આફ્રિકામાં વધુ એક ગુજરાતી પર લૂંટના ઈરાદે આવેલા નિગ્રોએ ફાયરિંગ કર્યું

પ્રતિકાત્મક

ગંભીર રીતે ઘવાયેલો યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ

(એજન્સી)વડોદરા, વિદેશમાં ગુજરાતીઓ પર હુમલાની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. વધુ એકવાર આવી ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકાના વેન્ડા ટાઉનમાં ગુજરાતી પર હુમલો કરવામાં આવ્યો છે. સ્ટોરમાં લૂંટના ઈરાદે આવેલા નિગ્રો લૂંટારાઓએ હુમલો કર્યો છે.

હુમલાનો ભોગ બનનાર વ્યક્તિ મૂળ કરજણના સાંસરોદ ગામનો વતની છે. નિગ્રો લૂંટારાઓએ ફાયરિંગ કરતા યુવકને ઈજા થઈ છે અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સાંસરોદ ગામના વતની દાઉદભાઈનો પુત્ર મુખ્તાર, તેની પત્ની સાથે આફ્રિકામાં રહે છે.

મુખ્તાર છેલ્લા ૩૦ વર્ષથી વેન્ડામાં દુકાન ચલાવી પોતાનું ગુજરાત ચલાવે છે. તેના સ્ટોરમાં નિગ્રો લૂંટના ઈરાદાથી આવ્યા અને ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં મુખ્તારને ઈજા થઈ છે અને તેને સારવાર માટે વેન્ડાથી ૨૦૦ કિલોમીટર દૂર ખસેડવામાં આવ્યો છે. આ માહિતી મળતા તેના પરિવારજનો ચિંતામાં મુકાયા છે.

આફ્રિકાના વેન્ડામાં ગુજરાતી યુવક પર હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હુમલાનો ભોગ બનનારના પિતા સાંસરોદ ગામમાં રહે છે અને ખેતીકામ કરે છે. નોંધનીય છે કે આફ્રિકામાં ગુજરાતી લોકો પર હુમલાના સમાચાર સતત આવતા રહે છે. આફ્રિકામાં પાંચ દિવસ પહેલા એક ગુજરાતી યુવકની હત્યા કરવામાં આવી હતી.

ભરૂચના મનુબર ગામના આસિફ ભાઈ લિયાક્ત સંત નામના વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. આફ્રિકાના પીટોરીયા નજીકના ટાઉનમાં લોકલ ઈસમ અને મૂળ ગુજરાતી યુવાન વચ્ચે મારામારી થઈ હતી. આસિફ ભાઈ લિયાક્ત સંત મનુબર ગામથી રોજગારી માટે આફ્રિકા ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.