Western Times News

Gujarati News

અમદાવાદમાં 3.5 વર્ષમાં 118 મહીલાએ લિકર પરમીટ મેળવી

કોરોના પછી લીકર પરમીટ લેનારાની સંખ્યામાં સતત વધારો

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના કાળ પછી તબીયત સ્વાસ્થ્યના નામે દારૂની પરમીટ લેનારાની સંખ્યામાં સતત વધારો નોધાયો છે. દારૂબંધીના કાયદા વચ્ચે છેલ્લ સાડા ત્રણ વર્ષના અરસામાં અમદાવાદ સીવીલ હોસ્પિટલમાંથી કુલ ૧૧,૮૬ર વ્યકિતને દારૂની પરમીટ આપવા માટે ભલામણ કરવામાં આવી છે.

જેમાં મહીલા અરજદારોની સંખ્યા એક ટકા આસપાસ હતી એટલે કે ૧૧૮ જેટલી અરજી મંજૂર કરાઈ હતી. કુલ અરજીઓ પૈકી ૧૦ ટકા જેટલી અરજીઓ વિવિધ કારણસર રીજેકટ થતી હોય છે. રાત્રે ઉંઘ આવતી ન હોય, સ્ટેટસ રહેતાં હોય તો તે સહીતના સ્વાસ્થ્યના કારણસર દારૂની પરમીટ અપાતી હોય છે. આમેય કોરોના પછી સ્ટ્રેસવાળા દર્દીની સંખ્યા વધી હોવાનો તબીબોનો મત છે.

અમદાવાદની સીવીલ હોસ્પિટલમાંથી વર્ષ ર૦૧૯ ના અરસામાં ર૮૮૩ અરજીમાં લિકર પરમીટની ભલામણ કરવામાં આવી હીત. જે પૈકી પ૮૩ નવી અને ર૩૦૦ અરજી રીન્યુઅલ માટે હતી કોરોનાા કાળના વર્ષ ર૦ર૦માં તેમા વધારો થયો અને ભલામણવાળી અરજીની સંખ્યા ૩ર૬૮ પહોચી હતી જે પૈકી ૧૬૦૦ નવી અને ૧૬૬૮ રીન્યુઅલ માટે હતી.

ર૦ર૧ના વર્ષમાં આ અરજીમાં સીધો વધારો થઈને ૩૭૪૩ થઈ જે પૈકી ૧૩૩ર નવી અને ર૪૧૧ અરજી રીન્યુઅલ માટે હતી. લીકર પરમીટ માગનારા સતત વધતા જાય છે. વર્ષ ર૦રરના જુન મહીના સુધીમાં ૧૯૬૮ને લિકર પરમીટ આપવા ભલામણ કરાઈ છે.

૧૯૬૮ પૈકી ૬૩૭ નવી અને ૧૩૩૧ રીન્યુઅલ માટેની અરજી છે. સીવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે ડો.રાકેશ જાેષી અને લિકર પરમીટના મેડીકલ ઓફીસર ડો.જે.એઅમ. સોલંકીએ જણાવ્યું હતું કે, મેડીકલ ચેકઅપ બાદ યોગ્ય લાગે તેવા કિસ્સામાં પરમીટની ભલામણ કરવામાં આવે છે.

કોઈ વ્યકિત સ્ટેટસમાં રહેતી હોય રાતે ઉંઘ ના આવે હાયપરટેન્શન હોય તેવા કિસ્સામાં તબીબી ચકાસણી પછી મંજૂરી અપાતી હોય છે. મેડીકલ રીપોર્ટની ચકાસણી પછી મેડીકલ ટેસ્ટ કરાય છે. સુત્રોએ કહયું કે, જે તે અરજદાર આઈટી રીટર્ન ભરતાં હોવા જાેઈએ, ભલામણ વખતે આવક મર્યાદા ધ્યાને લેવાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.