અમદાવાદમાં પોલીસ કર્મચારીએ વેપારીનું અપહરણ કરી ૫૫ લાખની લૂંટ ચલાવી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં પોલીસ કર્મચારીએ જ વેપારીનું અપહરણ કરી ૫૫ લાખની લૂંટ ચલાવ્યાના આરોપ લાગતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી જાણકારી અનુસાર, ગોલ્ડન ટ્રિપ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક સંજયભાઇ પટેલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે શહેરના સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી આકાશ પટેલ અને તેના ચાર સાગરીતોએ અપહરણ કરી ૫૫ લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી.
આકાશ પટેલ વિરુદ્ધ અપહણ, લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આકાશ પટેલ હાલમાં ફરાર છે. આ કેસમાં પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી.
પોતાની ફરિયાદમાં સંજયભાઇ પટેલે કહ્યું હતું કે ૧૮ ઓગસ્ટના રોજ આકાશ પટેલ સહિત ચાર લોકોએ તેમનું અપહરણ કર્યું હતું અને ધમકી આપીને ૫૫ લાખ રૂપિયા લૂંટી લીધા હતા. જાેકે બાદમાં આકાશ પટેલે ૩૦ લાખ રૂપિયા પરત કર્યા હતા જ્યારે ૨૫ લાખ રૂપિયા પાછા આપ્યા નહોતા.
સાબરમતી પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પોલીસ કર્મી આકાશ પટેલ અને તેના ચાર સાગરીતો સામે સોલા પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાયો હતો. અગાઉ પણ આકાશ પટેલ સામે દિનેશ ઠક્કર નામના વેપારીએ આનંદનગર પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે.
આકાશ પટેલે અગાઉ દિનેશ ઠક્કર પાસેથી કારની લે વેચના નામે રૂપિયા પડાવ્યા હતા. બીજી તરફ સુરતમાં પણ યુવકોને માર મારવાના કેસમાં પુણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.કે.પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પુણા વિસ્તારમાં ૩ યુવકને માર મારવાના કેસમાં પુણા ઁજીૈં એ.કે.પટેલને સસ્પેન્ડ કરાયા હતા.
આ કેસની તપાસ સારોલી પીઆઇ દેસાઇને સોંપવામાં આવી છે. પીએસઆઇ એ.કે.પટેલ ઘટના વખતે પોઇન્ટ પર હાજર હતા. પુણા પોલીસના જે ૮ કર્મચારીઓએ ત્રણ યુવકોને માર માર્યો હતો તેઓના નામો હજુ સુધી સામે આવ્યા નથી. આઠ પોલીસ કર્મચારીઓને બચાવી લેવામાં આવ્યા હોય એવું હાલમાં લાગી રહ્યું છે.
પોલીસે એફઆઈઆરમાં પણ પોલીસકર્મીના નામનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. માધવબાગની સામે વ્રજ ભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા મનીષ જાજુ અને તેનો ભાઈ કૌશલ સરદાર માર્કેટથી સર્વિસ રોડ પરથી ઇન્ટરસીટી ખાડી પુલ પાસેથી પસાર થતા હતા તે વખતે પોલીસે અટકાવી માર માર્યો હતો. ઉપરાંત મોબાઇલમાં રેકોડિંગ કરતા દેવેન્દ્રસિંહ રાજપુરોહિતને પણ માર માર્યો હતો.