Western Times News

Gujarati News

પત્ની પરીક્ષા આપવા ગઈ તો પતિએ સાળી સાથે લગ્ન કરી લીધા

અકોલા, તમે પતિ-પત્ની અને પ્રેમ સંબંધો પર આધારિત ઘણી ફિલ્મો જોઈ હશે, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ આવા કિસ્સાઓ સામે આવતા રહે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ તેની પત્નીની ગેરહાજરીમાં તેની જ સાળી સાથે લગ્ન કરી લીધા.

આ પછી તેણે પત્નીને વીડિયો કોલ કર્યો અને કહ્યું કે હવે તેને ઘરે પરત ફરવાની જરૂર નથી. આ સાંભળતા પત્ની ચોંકી ગઈ અને ગુસ્સામાં પોતાના પરિવારજનો સાથે પતિના ઘરે પહોંચી, પરંતુ પતિએ તેને ઘરમાં ઘૂસવા ન દીધી. In Akola district of Maharashtra, the husband married his sister-in-law while his wife went to appear for an exam.

ત્યારબાદ પત્નીએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જ્યારે પોલીસે પતિને બોલાવ્યો તો પત્નીએ ત્યાં ગુસ્સામાં તેને માર માર્યો હતો. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને બંને પક્ષની પૂછપરછ કરી રહી છે. આ ઘટના બારશીટાકળી તાલુકાના વિજોરા ગામે બની હતી. અહીં રહેતા સુરજ તાયડે ૯ મહિના પહેલા કોમલા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને આખી જિંદગી તેની સાથે રહેવાનું વચન આપ્યું હતું.

લગ્ન પછી કોમલા પોતાનો અભ્યાસ પૂરો કરી રહી હતી અને પરીક્ષાઓને કારણે તેને અમરાવતી જવાનું થયું. પરીક્ષા પૂરી થયા બાદ કોમલા જ્યારે ઘરે પરત ફરવાની તૈયારી કરી રહી હતી ત્યારે તેના પતિએ વીડિયો કોલ કરીને કહ્યું કે તે હવે તેની સાથે રહેવા માંગતો નથી, તેથી તેના ઘરે પરત ફરવાની કોઈ જરૂર નથી. પત્નીએ આ વાત પોતાના પરિવારજનોને જણાવી અને બધા પતિના ઘરે પહોંચ્યા હતા.

ત્યાં જઈને જોયું તો પતિએ તેની પિતરાઈ બહેન શ્રેયા સાથે લગ્ન કરી લીધા હતા. આ જોઈ પરિવારજનો ગુસ્સે થયા પરંતુ સુરજે તેને ઘરમાં ન આવવા દીધા. ત્યારબાદ પત્નીએ પોલીસ સ્ટેશન જઈ સમગ્ર હકીકત જણાવી હતી. પોલીસે સુરતને બોલાવ્યો હતો.

જ્યારે સુરજ પોતાની નવી પત્ની શ્રેયા સાથે ત્યાં પહોંચ્યો તો કોમલાએ ગુસ્સામાં તેને માર માર્યો હતો. પોલીસ સ્ટેશનમાં થોડો સમય આ ડ્રામા ચાલ્યો હતો. હવે પોલીસ બંને પક્ષની પૂછપરછ કરી તપાસ કરી રહી છે. આ ઘટનામાં હવે આગળ શું થાય છે તે જોવાનું રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.