અમરેલીમાં ૮ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરતા ખળભળાટ મચ્ચો
અમરેલી, અમરેલી જિલ્લા પોલીસ તંત્રમાં ૮ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. જિલ્લા પોલીસવડા દ્વારા કડક કાર્યવાહી કરી ૮ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જૂનાગઢ એડીઆઈ તાલીમમાં જવા માટે પોલીસ કર્મચારીઓને હુકમ કરવામાં આવ્યો હતો.
૮ જેટલા પોલીસ કર્મચારીઓ રજા પર ઉતરી ફરજ પર બેદરકારી દાખવી હતી. આ ઘટનાની ગંભીરતા સમજી જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે ૮ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેતા અમરેલી જિલ્લા પોલીસમાં ખળભળાટ મચી ગયો છે.
એક સાથે ૮ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરતા પોલીસબેડામાં સન્નાટો છવાઈ ગયો છે. SS3SS