Western Times News

Gujarati News

આણંદમાં છેલ્લા પાંચ માસમાં 2500 લોકોને શ્વાન કરડ્યા

પ્રતિકાત્મક

(એજન્સી)આણંદ, આણંદ શહેર સહિત જિલ્લા ભરમાં રખડતા શ્વાનોનો આતંક વધી. રહ્યો છે. છેલ્લા પાંચ માસની જાે વાત કરવામાં આવે તો એપ્રિલ ૨૦૨૩થી અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં ૬૫૨૩ થી વધુ લોકોને શ્વાન કરડતા તેઓને સારવાર આપવામાં આવી છે.

જિલ્લામાં વધતા જતા શ્વાનનાં આતંકને લઈને લોકોમાં ભય જાેવા મળી રહ્યો છે. આણંદ શહેર સહિત જિલ્લા ભરમાં રખડતા શ્વાનનો આતંક વધતો જઈ રહ્યો છે. માર્ગો પર રખડતા શ્વાન બાળકો અને રાહદારીઓને બચકા ભરી ઘાયલ કરે છે.

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા અધિકૃત આંકડા અનુસાર એપ્રિલ ૨૦૨૩ થી અત્યાર સુધીમાં આણંદમાં ૨૪૯૯, આંકલાવમાં ૨૯૯, બોરસદમાં ૮૯૩, પેટલાદમાં ૧૨૮૭, સોજીત્રામાં ૨૬૯, ખંભાતમાં ૫૯૬, તારાપુરમાં ૨૩૪ અને ઉમરેઠમાં ૪૪૬ મળી જિલ્લામાં કુલ ૬૫૨૩ લોકોને શ્વાન કરડવાના બનાવો બન્યા છે.

મહત્વની વાત તો એ છે કે આ જે શ્વાન કરડવાના આંકડા છે તે માત્ર સરકારી હોસ્પિટલમાં સારવાર લેનારા લોકોના છે. અનેક લોકો સરકારી હોસ્પિટલનાં બદલે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા હોય છે. જેથી વાસ્તવમાં શ્વાન કરડવાના બનાવો સરકારી આંકડાથી દોઢ ગણા વધુ હોઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.