ભાભર વિસ્તારમાં ૧૫ ફૂટ જેટલું મોટું ગાબડું પડવાને લઈ ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા
ભાભર, બનાસકાંઠા જિલ્લામાં વધુ એકવાર કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે. ભાભર વિસ્તારમાં ૧૫ ફૂટ જેટલું મોટું ગાબડું પડવાને લઈ ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા હતા. નબળી કામગીરી અને કેનાલમાં સફાઈના અભાવે ગાબડું પડવાની ઘટના સર્જાઈ હોવાનો ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો.
વારંવાર કેનાલમાં ગાબડાં પડવાની ઘટનાને લઈ ખેડૂતો પણ પરેશાન બન્યા છે.ભાભરની સણવા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું પડવાને લઈ ખેડૂતોને ખેતીના પાકમાં નુક્સાન સર્જાયુ છે. કેનાલમાં લગભગ પંદરેક ફૂટ લાંબુ ગાબડુ પડ્યું હતુ.
કેનાલની નબળી કામગીરીને લઈ આ કેનાલમાં ગાબડું સર્જાયું હોવાના આક્ષેપો સ્થાનિક ખેડૂતો કર્યા હતા. કેનાલમાં સફાઈના અભાવે પણ ગાબડા સર્જાય છે. ગાબડાં પડવાને લઈ ખેડૂતોને કેનાલમાં પાણી વિના મરામત ના થાય ત્યાં સુધી રાહ જાેવી પડે છે.
બનાસકાંઠા જિલ્લામાં વારંવાર કેનાલમાં ગાબડાં પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેને લઈ સ્થાનિક ખેડૂતોનો રોષ છે કે, કેનાલને યોગ્ય રીતે સાફ સફાઈ સિઝન અગાઉ કરવામાં આવતી નથી. જેને લઈ કેનાલમાં ગાબડાં પડવાની ઘટના સર્જાતી હોય છે. SS3SS