Western Times News

Gujarati News

ભરૂચમાં પીવાના પાણીમાં જીવાતો નીકળતા લોકોમાં રોષ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સવારના સમયે ભરૂચ નગર પાલિકા દ્વારા પાણીનો પુરવઠો સપ્લાય કરવામાં આવ્યો હતો.તે દરમ્યાન કુંભારિયા ઢોળાવ વિસ્તારમાં પાણીમાં અળસિયા જેવા જીવાતો મળી આવતા લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ભરૂચ નગરપાલિકા સામે રોજ વ્યક્ત કરતા ભરૂચ નગરપાલિકાની વોટર વિભાગની કમિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી.

ભરૂચ શહેર વાસીઓને પીવાનું પાણી પુરવઠો પૂરું પાડતી ભરૂચ નગરપાલિકા પીવાનું પાણી ડોહરું અને જીવાતો વાળુ પૂરું પાડતી હોવાના આક્ષેપ સાથે લોકોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે.ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવમાં સવારના સમયે ભરૂચ નગરપાલિકા દ્વારા પાણીનો પુરવઠો પહોંચાડવામાં આવતા પાણીમાંથી અળસિયા જેવી જીવાતો મળી આવતા લોકો લાલઘૂમ બન્યા હતા અને ભરૂચ નગરપાલિકા શહેરીજાેનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો.

જાેકે ભરૂચવાસીઓને પીવાના પાણીમાં જીવાતો હોવાના આક્ષેપમાં ભરૂચ નગરપાલિકાના વોટર કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ પણ સમગ્ર પ્રકરણમાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરાવી હતી અને પીવાના પાણીમાં જીવાતો કેવી રીતે આવી તે અંગેની તપાસ હાથધરી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે માં જગદંબાની આરાધના ના પરવા આસો નવરાત્રિ ચાલી રહી છે અને માતાજીની ઉપાસનામાં ભક્તો લીન બન્યા છે.

કેટલાય ભક્તો એકટાણું ઉપવાસ કરી રહ્યા છે અને તેવામાં ભરૂચ નગરપાલિકા દ્વારા પૂરૂ પાડવામાં આવતું પાણી ડોહળુ અને જીવાતો વાળું આવતા લોકોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો.જાેકે આ સમગ્ર પ્રકરણ બાબતે આરોગ્ય તંત્ર એ પણ જાગૃત થવાની જરૂર છે કે પછી તંત્ર પણ કોઈ મોટા રોગચાળાની રાહ જાેઈ રહ્યું છે તે જાેવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.