Western Times News

Gujarati News

ભરૂચમાં વેસ્ટ કેમીકલ નદી નાળામાં ઠાલવી દેવાનું કૌભાંડ ઝડપાયું

પ્રતિકાત્મક

(એજન્સી)ભરૂચ, ભરૂચ જિલ્લો દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર છે. અહીંના ઔદ્યોગિક વિકાસ માટે સરકાર પણ મક્કમ છે. ઔદ્યોગિક વિકાસ અને સુવિધાનો વ્યાપ વધારવા હજારો કરોડના એમઓયુ પણ કરાયા છે પણ ઔદ્યોગિક વિકાસ સ્થાનિકોના સ્વાસ્થ્યના ભોગે કેવો કેટલો યોગ્ય? પર્યાવરણનું પતન કરવાના કારસાની ત્રીજી ઘટના બુધવારે ટૂંકા સમયમાં ભરૂચ એસઓજીએ ઝડપી પાડી છે.

મનુષ્ય અને પશુ-પક્ષીઓનું જીવન જોખમમાં મૂકી ખમકારકરીતે એસીડીક હેઝાર્ડ વેસ્ટ કેમીકલ ગેરકાયદેસર નિકાલ કરાવતા એગ્રોટેક કંપનીના જનરલ મેનેજ સહિત ચાર ઇસમો વિરૂધ્ધ ભરૂચ એસ.ઓ.જી.એ ગુનો દાખલ કર્યો છે. પોલીસે કેમિકલ વેસ્ટ ભરેલો ટેમ્પો પણ કબ્જે કર્યો છે.

ભરૂચ એસઓજીના પીઆઈ એ.એ.ચૌધરી તથા પીઆઈ એમ.વી.તડવીએ પોતાની ટીમને કેમિકલ વેસ્ટર્ન ગેરકાયદે નિકાલ અટકાવવા તરફ વિશેષ ધ્યાન આપી ટીમને આ તરફ કાર્યરત કરી છે. એસ.ઓ.જી. પોલીસ ટીમ પાનોલી જી.આઈ.ડી.સી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે અરસામાં આઈસર ટેમ્પો નંબર- ય્ત્ન-૧૬-ઠ-૮૭૩૪ ને અટકાવી તપાસ કરતા શંકાસ્પદ કેમીકલ વેસ્ટ મળી આવેલ હતું.

આ એસેડીક હેઝાર્ડ વેસ્ટ પાનોલી જી.આઈ.ડી.સી માં આવેલ “બી.આર એગ્રોટેક લીમીટેડ” કંપનીમાંથી ભરેલ હોવાનું જણાઇ આવતા એફએસએલ તેમજ જીપીસીબીના અધિકારી ઓને જાણ કરી પ્રાથમિક સેમ્પલ લેવડાવેલ તેમજ “બી.આર.એગ્રોટેક લીમીટેડ એકમમાં પણ સંગ્રહીત વેસ્ટ વોટરના એફએસએલ તેમજ જીપીસીબીના અધિકારી દ્વારા સેમ્પલ લઈ તપાસ કરતા બંને સેમ્પલ મેચ થયા હતા.

આ વેસ્ટ “બી.આર એગ્રોટેક લીમીટેડ” કંપની પાનોલીએ વેસ્ટ નિકાલ બાબતે પરવાનગી વગર ગમે ત્યાં ઠાલવી દેવા રવાના કર્યું હતું. કંપની પાનોલીના જનરલ મેનેજર સહિત ચાર આરોપીઓ વિરૂધ્ધ એસઓજી ભરૂચ દ્વારા પાનોલી પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ ૨૮૪,૩૩૬,૧૧૪ તથા પર્યાવરણ સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ ની કલમ ૭,૮,૧૫ મુજબનો ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે. આરોપીઓ પૈકીનો રોક્કી નામનો ઈસમ “બી.આર.એગ્રોટેક લિમીટેડ” કંપનીના મેનેજમેન્ટ સાથે મળી કંપનીમાંથી ઉત્પાદિત થતા કે નિકળતા કેમિકલ એસીડીક હેઝાર્ડ વેસ્ટના નિકાલ માટે કામ લેતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.