ભિલોડામાં નશાની હાલતમાં કાર હંકારી યુવકે ૪ લોકોને અડફેટે લીધા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/09/Bhiloda-1024x454.jpg)
ભિલોડા, બેફામ વાહન હંકારનારાઓમાં કોઈ ડર જાણે કે રહ્યો જ નથી. અકસ્માતોની ઘટનાઓ રોજબરોજ ચોંકાવનારી સામે આવી રહી છે અને જેને લઈ પોલીસની આકરી કાર્યવાહી, છતા બેફિકર ડ્રાઈવિંગના આંકડા ઘટતા જ નથી. અરવલ્લીથી પણ આવાજ સમાચાર સામે આવી રહ્યા છે.
અરવલ્લી જિલ્લાના ભિલોડામાં દારુના નશામાં જ એક યુવકે કારને બેફામ હંકારીને અકસ્માત સર્જ્યો હતો. નશામાં રહેલા કાર ચાલકે ૪ લોકોને અડફેટે લીધા હતા. એક કિશોરને કારના ચાલકે ૨૦૦ મીટર જેટલો ઢસડી લઈ ગયો હતો.
નશાની હાલતમાં કારને હંકારીને યુવકે ચાર લોકોને અડફેટે લેવાની ઘટના બાદ સ્થાનિકો રોષે ભરાયા હતા અને કાર ચાલક પર ગુસ્સો ઠાલવ્યો હતો. કાર સાથે ૨૦૦ મીટર કિશોરને ઢસડાવાથી ગંભીર ઈજાઓ પહોંચી હતી અને જેને સ્થાનિક કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.
કિશોરનો સદનસીબે જીવ બચી જતા મોટી રાહત સર્જાઈ હતી. જાેકે ઘટના બાદ હવે સ્થાનિક પોલીસે સફાળી જાગી હોય એમ કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો હતો.SS1MS