Western Times News

Gujarati News

બીગ બોસમાં સ્પર્ધકોએ બતાવવી પડશે દિલ અને દિમાગની તાકાત

મુંબઈ, દર્શકોના મનપસંદ રિયાલિટી શો બિગ બોસની સીઝન ૧૭ની અંદરની તસવીરો સામે આવી છે જે દર્શાવે છે કે આ સીઝન પણ ખૂબ જ મનોરંજક અને પાછલી સીઝન કરતાં તદ્દન અલગ હશે. આવો અમે તમને ‘બિગ બોસ ૧૭’ના ઘરની જાદુઈ દુનિયાની એક ઝલક બતાવીએ.

બિગ બોસના મુખ્ય ગેટથી પ્રવેશતા જ બગીચાના વિસ્તારનો સુંદર નજારો જાેવા મળે છે, જ્યાં બેસવાની સારી વ્યવસ્થા છે. આ વિસ્તારને વિવિધ કલાકૃતિઓથી શણગારવામાં આવ્યો છે. બિગ બોસ ૧૭’નો કિચન એરિયા એવો છે કે સ્પર્ધકો ભોજનની સાથે વાતચીતનો આનંદ માણી શકશે અને દર્શકોને મનોરંજનનો પૂરો ડોઝ પણ આપશે. મુખ્ય દરવાજા જેમાંથી સ્પર્ધકો ઘરમાં પ્રવેશ કરશે તેને અરીસાઓથી શણગારવામાં આવ્યો છે. લિવિંગ એરિયાનો ફ્લોર યુરોપિયન શેરીઓની ઝલક આપે છે અને આર્કિટેક્ચર એવું છે કે જેમાં વિવિધ સંસ્કૃતિઓનો પ્રભાવ જાેવા મળે છે.

બિગ બોસના ઘરનો વિસ્તાર રોમિયો અને જુલિયટથી પ્રેરિત છે. લક્ઝુરિયસ બાથરૂમ ઉપરાંત, ઘરમાં મેડિટેશન રૂમ, થેરાપી રૂમ અને આરામદાયક સોફા પણ છે. બિગ બોસના ઘરના બીજા સેક્શનને લાકડાથી ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે વિચારકોની ચેમ્બર જેવું લાગે છે. ઘરની એક દિવાલ પર સાયબોર્ગ અને એક રહસ્યમય પ્રાણીની ઝલક છે જે નવી અને જૂની દુનિયાની ઝલક આપે છે. સલમાન ખાન પણ ‘બિગ બોસ ૧૭’ હોસ્ટ કરતો જાેવા મળશે. તમે કલર્સ ટીવી પર સોમવારથી શુક્રવાર રાત્રે ૧૦ વાગ્યે શો જાેઈ શકો છો અને શનિવાર-રવિવારે રાત્રે ૯ વાગ્યે તેનો આનંદ લઈ શકો છો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.