બિગ બોસમાં શાલિન ભનોટે ખુરશી ઉછાળી, સોફો ઉંધો પાડી દીધો

મુંબઈ, બિગ બોસ ૧૬ના ગત એપિસોડમાં દર્શકોએ જાેયું કે અર્ચના ગૌતમ અને વિકાલ વચ્ચે મોટી લડાઈ થાય છે. વાત એટલી આગળ વધી જાય છે કે અર્ચના ગુસ્સામાં તપેલી ઉછાળે છે. વિકાસ પણ ગુસ્સામાં વાસણ પછાડે છે. ઘરના બાકીના સભ્યો તેમને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આમ કરવાથી મોટી દુર્ઘટના થઈ શકે છે.
હવે અપકમિંગ એપિસોડમાં પણ અર્ચના અને વિકાસની ફરી એકવાર લડાઈ થશે. લડાઈ ક્યાંથી શરુ થશે તે તો આજના એપિસોડમાં જ ખબર પડશે, પરંતુ લડાઈમાં પ્રિયંકા ચહર ચૌધરી અને શાલિન ભનોટ પણ કૂદી પડશે. પ્રોમોમાં જાેઈ શકાય છે કે, સૌથી પહેલા તો અર્ચના અને વિકાસ વચ્ચે ખૂબ જ બોલાચાલી થાય છે અને પછી શાલિન ભનોટ ગુસ્સામાં લાલચોળ થઈ જાય છે.
વિકાસ અને અર્ચનાની વાત કરીએ તો, ફરી એકવાર આ લોકો લડાઈમાં પોતાના માતા-પિતાને લઈ આવે છે. અર્ચના વિકાસને કહે છે કે, તુ મારા પિતા પર વાત ના લઈ જા. અને પછી તેને ટોણો મારે છે કે તુ તો પિતા પણ નથી બની શકતો.
આટલુ જ નહીં, પ્રિયંકા કહે છે કે, આ છોકરી માતા-પિતાને લગતા શ્રાપ આપે છે, તેના હાથથી બનાવવામાં આવેલો ખોરાક અમે કેવી રીતે ખાઈએ? જાેઈ શકાય છે કે શિવ ઠાકરે જે આ અઠવાડિયે સુકાની પણ છે તે વિકાસ અને અર્ચનાને શાંત કરવાનો પ્રયત્ન કરે છે.
શિવ વિકાસને સમજાવે છે કે તુ અર્ચનાને અડક નહીં. અને પછી શાલિનનું પણ રૌદ્ર સ્વરુપ જાેવા મળશે. શાલિન ગુસ્સામાં આવીને ખુરશી ઉછાળે છે. તે બિગ બોસને કહે છે કે, મને કન્ફેશન રુમમાં બોલાવો. આટલું અપમાન હું સહન નથી કરી શકતો. આટલુ જ નહીં, તે દરવાજાે ખોલવાની પણ ધમકી આપે છે. તે રડતો પણ જાેવા મળે છે.
ગાર્ડન એરિયામાં પણ તે એક સોફો ઉંધો પાડે છે. શાલિન રડતો રડતો કહે છે કે અહીંયા આટલા ગંદા લોકો રહે છે. સાજિદ ખાન તેને શાંત કરાવે છે. ટીના દત્તા પણ શાલિનને અંદર લઈ જવા માટે આવે છે. હવે આ હોબાળો શરુ કેવી રીતે થયો અને ક્યાં સુધી ચાલશે તે અપકમિંગ એપિસોડમાં જ જાેવા મળશે. આ હિંસા પર બિગ બોસની અને સલમાન ખાનની શું પ્રતિક્રિયા હશે તે પણ જાેવાની વાત છે.SS1MS