બિહારમાં મોદીએ ‘જંગલ રાજ’ની યાદ અપાવી: TMC, કોંગ્રેસ પર નિશાન સાધ્યું
કહ્યું- મારો જન્મ મોજ કરવા નહીં, સખત મહેનત કરવા થયો છે
પટના, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બિહારના નવાદામાં રેલી કર્યા બાદ બપોરે ૨.૩૦ વાગ્યે પશ્ચિમ બંગાળના જલપાઈગુડી પહોંચ્યા હતા. અહીં તેમણે જનસભાને સંબોધી હતી. ૩૦ મિનિટના ભાષણમાં પીએમએ ટીએમસી, કોંગ્રેસ અને ભ્રષ્ટાચારીઓ પર નિશાન સાધ્યું હતું.
કાશ્મીર મામલે ખડગેના નિવેદનનો પણ મોદીએ જવાબ આપ્યો હતો. મોદીએ કહ્યું- ગઈકાલે (૬ એપ્રિલ) કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, મોદી બીજા રાજ્યોમાં કાશ્મીરની વાત કેમ કરે છે. તેમના માટે કાશ્મીર કંઈ નથી પરંતુ ૧૪૦ કરોડ ભારતીયો માટે કાશ્મીર ભારત માતાના મસ્તક સમાન છે.
આ સાથે પીએમએ ટીએમસીને કાયદો અને બંધારણને કચડી નાખનારી પાર્ટી ગણાવી હતી. મોદીએ કહ્યું- જ્યારે કેન્દ્રીય તપાસ એજન્સીઓ અહીં આવે છે, ત્યારે ટીએમસી તેમના પર હુમલો કરે છે અને લોકો પાસે કરાવે છે. સંદેશખાલીમાં શું થયું તે આખો દેશ જાણે છે.
વડાપ્રધાન ૩ દિવસમાં બીજી વખત પશ્ચિમ બંગાળ પહોંચ્યા છે. આ પહેલા ૪ એપ્રિલે તેમણે કૂચ બિહારમાં રેલી કરી હતી. તે જ દિવસે મમતા બેનર્જીએ કૂચ બિહારમાં પણ રેલી યોજી હતી. ઁસ્એ કહ્યું હતું- મોદી એ સુનિશ્ચિત કરશે કે સંદેશખાલીના ગુનેગારોને સજા મળે. તેમનું બાકીનું જીવન જેલમાં જ પસાર થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બિહારના નવાદામાં જનસભા કરી હતી. ૩૦ મિનિટના ભાષણમાં વડાપ્રધાને INDI-Aગઠબંધન, રામમંદિર, ટુકડે-ટુકડે ગેંગ, જંગલરાજ અને ટ્રિપલ તલાક જેવા મુદ્દાઓ પર વાત કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે INDI-A ગઠબંધન કહે છે કે મોદીની ગેરંટી ગેરકાયદે છે, એને રોકવી જોઈએ. તેમણે ગેરંટીને ગુનો બનાવી દીધો. તેમણે કહ્યું હતું કે તેમણે કલમ ૩૭૦ અને ટ્રિપલ તલાકને નાબૂદ કરવાની ખાતરી આપી હતી. હું જે કહું એ કરું છું.
ગઈકાલે કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, મોદી બીજા રાજ્યોમાં કાશ્મીરની વાત કેમ કરે છે. તેમના માટે કાશ્મીર કંઈ નથી પરંતુ ૧૪૦ કરોડ ભારતીયો માટે કાશ્મીર ભારત માતાના મસ્તક સમાન છે. દેશના દરેક રાજ્યના બહાદુર સૈનિકોએ આ કાશ્મીર માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. શ્યામા પ્રસાદ મુખર્જી બંગાળી હતા અને કાશ્મીર માટે પોતાનો જીવ જોખમમાં મુકી દીધો હતો.
સંદેશખાલીના ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ કે નહીં, તેમનું જીવન જેલમાં જવું જોઈએ. રાશન કૌભાંડ અને શિક્ષક ભરતી કૌભાંડમાં સંડોવાયેલાઓને સજા થવી જોઈએ કે નહીં? આજે હું બંગાળની ધરતી પરથી ગેરંટી આપું છું, જેમણે ભ્રષ્ટાચારના પૈસા ભેગા કર્યા છે. ઈડીએ ૩ હજાર કરોડ રૂપિયા એટેચ કર્યા છે, હું સલાહ લઈ રહ્યો છું, જે લોકોના સરકારી નોકરીમાં પૈસા ગયા. હું આ પૈસા ગરીબોને પરત કરીશ.
બીચારા શિક્ષકે નોકરી મેળવવા માટે પૈસા ચૂકવ્યા, હું તેમના પૈસા પાછા અપાવીશ. કોંગ્રેસ અને ટીએમસીએ એકબીજાના ભ્રષ્ટ લોકોને બચાવવા માટે ૈહઙ્ઘૈ ગઠબંધન બનાવ્યું છે, હું કહું છું કે ભ્રષ્ટાચાર ખતમ કરો. તેઓ કહે છે ભ્રષ્ટાચાર બચાવો.
દરેક મતદાન મથક પર ટીએમસીની ડિપોઝીટ જપ્ત કરવી જોઈએ. જ્યારે કેન્દ્રીય તપાસ એજન્સીઓ અહીં આવે છે, ત્યારે ટીએમસી તેમના પર હુમલો કરે છે અને અન્ય લોકો પાસે હુમલા કરાવે છે. આ પાર્ટી કાયદા અને બંધારણને કચડી નાખતી પાર્ટી છે. સંદેશખાલીમાં શું થયું તે આખો દેશ જાણે છે. માતાઓ અને બહેનો પર ખૂબ જ અત્યાચાર કરવામાં આવ્યા હતા. સ્થિતિ એવી છે કે કોર્ટને દરેક કેસમાં હસ્તક્ષેપ કરવો પડ્યો છે.
મોદીએ કહ્યું- આ ચૂંટણી સાંસદને ચૂંટવા માટેની નથી, આ એક મજબૂત સરકાર બનાવવાની ચૂંટણી છે. કેન્દ્ર સરકાર જેટલી મજબૂત છે તેટલો જ વિશ્વનો ભારત પરનો વિશ્વાસ વધુ મજબૂત છે. અહીં વધુ રોકાણ આવશે, ફેક્ટરીઓ સ્થાપવામાં આવશે. ભાજપ સરકારે નોર્થ બંગાળમાં જી-૨૦ બેઠકનું આયોજન કર્યું હતું જેથી કરીને આ પ્રદેશમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસન વધે.
વડાપ્રધાને કહ્યું- થોડા દિવસો પહેલા વાવાઝોડાના કારણે જલપાઈગુડીના ઘણા વિસ્તારોમાં નુકસાન થયું હતું. હું તેમના પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. આજે આખા દેશમાં, બંગાળમાં ફરી એકવાર મોદી સરકારમાં એ જ પડઘો સંભળાઈ રહ્યો છે.
વડાપ્રધાને જલપાઈગુડી જિલ્લામાં વાવાઝોડાને કારણે થયેલી તબાહી પર પણ શોક વ્યક્ત કર્યો હતો. એક્સ પર પોસ્ટ કરતી વખતે તેમણે લખ્યું હતું – મારી સંવેદના, જલપાઈગુડી-મૈનાગુરી વિસ્તારોમાં વાવાઝોડાના અસરગ્રસ્ત લોકોની સાથે છે.